વિરાટને જમણા હાથના અંગૂઠામાં શનિવારે ઈજા થઈ હતી. તેના કારણે તે દક્ષિણ આફ્રિકા સામેની પહેલી મેચમાં રમશે કે નહીં તે અંગે શંકા પેદા થઈ ગઈ છે. ભારતીય ટીમના ફિઝિયોથેરાપિસ્ટ પેટ્રિક ફરહાર્ટે તરત જ વિરાટના અંગૂઠા પર પેઈન કિલર સ્પ્રે માર્યો હતો છતાં વિરાચનો દુઃખાવો ઓછો થયો નહોતો.
2/3
વિરાટ કોહલીએ દુઃખાવા સાથે મેદાન છોડવું પડ્યું હતું અને પછી આઈસ વોટરમાં પોતાનો અંગૂઠો રાખીને બેસી રહ્યો હતો. વિરાટ કોહલીનો દદઃખાવો ઓછો નહીં થાય તો તેણે સોમવારે સ્કેનિંગ કરાવવું પડશે. આ ઈજાના કારણે તે પહેલી મેચમાં નહીં રમી શકે તેવી પણ આશંકા છે.
3/3
લંડનઃ ઈંગ્લેન્ડમાં ક્રિકેટ વર્લ્ડકપ રમાઈ રહ્યો છે અને આ વર્લ્ડકપમાં ભારત પોતાની પહેલી મેચ 5 જૂન ને બુધવારે દક્ષિણ આફ્રિકા સામે રમવાનું છે ત્યારે ભારત માટે ખરાબ સમાચાર છે. ભારતીય બેટિંગનો આધારસ્તંભ એવો કેપ્ટન વિરાટ કોહલી શનિવારે પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થઈ ગયો છે.