શોધખોળ કરો
વર્લ્ડકપ 2019: સચિન તેંડુલકરે કોહલી અને ભારતીય ટીમને આપ્યો ખાસ મેસેજ, થયો ભાવુક, જાણો શું કહ્યું

નવી દિલ્હીઃ 2 એપ્રિલ, 2011ના રોજ ભારતીય ટીમ 28 વર્ષ બાદ ફરી વર્લ્ડકપ જીત્યો હતો. ભારતીય ટીમની આ શાનદાર જીતનું સાક્ષી મુંબઈનું વાનખેડે સ્ટેડિયમ બન્યું હતું. તે સમયે ભારતીય ટીમનો કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હતો. આ વિશ્વકપ ભારતીય ક્રિકેટના મહાન ખેલાડી અને ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરનો અંતિમ વર્લ્ડકપ હતો. આ જીતના 8 વર્ષ થઈ ગયા છે. આ અવસરે સચિન તેંડુલકરે ભારતીય ટીમને એક મેસેજ આપ્યો છે. સચિને વીડિયો પોસ્ટ કરીને કહ્યું કે, હું ઈમાનદારીથી કહું તો મને ખબર નથી પડતી કે ક્યાંથી શરૂ કરું અને શું કહું. તે દિવસ મારી જિંદગીનો ખૂબ મોટો દિવસ હતો. મારી લાઇફમાં ક્રિકેટ ફિલ્ડ પર ઘણા યાદગાર દિવસો રહ્યા છે પરંતુ ક્રિકેટ લાઇફમાં આટલો મોટો દિવસ જોયો નહોતો. આ જીતના 8 વર્ષ પૂરા થયા છે. હવે ફરીથી વિશ્વકપ રમાવાનો છે, જે પણ ટીમ ત્યાં જશે તે આપણી ટીમ હશે અને હું ઈચ્છું કે ભારતીય ટીમના ટીશર્ટ પર જે ત્રણ સ્ટાર છે, ત્રણ વિશ્વ કપ જીત્યાના ચિન્હ તેને ચાર કરીને પરત આવે.
ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટરની પત્નીને કરાવવી પડી નાકની સર્જરી, જાણો વિગત કોંગ્રેસને ગરીબો ચૂંટણી સમયે જ યાદ આવે છે, માત્ર વોટ બેંક માટે જ કર્યો ઉપયોગઃ PM મોદીBest moment of my cricketing life.🏏 @cricketworldcup @BCCI pic.twitter.com/WByz1Y4cxX
— Sachin Tendulkar (@sachin_rt) April 2, 2019
વધુ વાંચો





















