શોધખોળ કરો
Advertisement
ધીમી બેટિંગના કારણે ટીકાનો સામનો કરી રહેલા ધોનીના સમર્થનમાં આવ્યો સૌરવ ગાંગુલી, જાણો શું કહ્યું ?
ધીમી બેટિંગના કારણે ટીકાનો સામનો કરી રહેલા ધોની અંગે ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી કહ્યું કે “આ કેટકીપર બેટ્સમેન પાસે સફળ થવા માટે અનુભવ અને ક્ષમતા બન્ને છે.”
મુંબઈ: ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝ સામે 125 રનથી શાનદાર જીત મેળવી હતી છે. આ મેચમાં મહેન્દ્રસિંહ ધોનીએ 61 બોલમાં 56 રન બનાવ્યા હતા. જો કે ધીમી બેટિંગના કારણે તેમની ભારે ટીકા પણ થઈ રહી છે. પોતાના નેતૃત્વમાં ભારતને 2011માં વર્લ્ડકપ વિજેતા બનાવનાર ધોની અફઘાનિસ્તાન અને વેસ્ટ ઇન્ડિઝ સામે સ્ટ્રાઇક રોટેટ કરવામાં સંઘર્ષ કરતો નજર આવ્યો હતો. જેના કારણે ખૂબજ આલોચના થઈ રહી છે. ત્યારે પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી તેમના સમર્થનમાં આવ્યા છે.
ધીમી બેટિંગના કારણે ટીકાનો સામનો કરી રહેલા ધોની અંગે ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી કહ્યું કે “આ વિકેટકીપર બેટ્સમેન પાસે સફળ થવા માટે અનુભવ અને ક્ષમતા બન્ને છે.”
સૌરવ ગાંગુલીએ સ્ટાર સ્પોર્ટ્સને કહ્યું કે, “આવું ક્યારેક ક્યારેક થાય છે અને તેનાથી મને ચિંતા નથી . હા, ધોની અગાઉ પણ આવી સ્થિતિનો સામનો કરી ચુક્યો છે. ગત વર્ષે પણ જ્યારે તે ઇંગ્લેન્ડ આવ્યો હતો ત્યારે સ્પિન સામે સંઘર્ષ કરી રહ્યો હતો.”
મેચ બાદ કોહલીએ ધોનીને લઈને કરી આ મહત્ત્વની વાત, કહ્યું- તે ફોર્મમાં ન હોય ત્યારે....
પૂર્વ કેપ્ટન ગાંગુલીએ કહ્યું “ ધોની પાસે અનુભવની કોઈ જ કમી નથી એવામાં તેમની બેટિંગ પર શંકા કરવું યોગ્ય નથી. ”તેમણે કહ્યું ધોની પર કોઈ નિવેદન આપતા પહેલા હું રાહ જોઈશ. ખાસ કરીને તેમના સ્ટ્રાઈક રેટ પર કારણ કે તેની પાસે બોલને બાઉન્ડ્રી બહાર પહોંચાડવાની ક્ષમતા છે. ધોનીને એવા બેટ્સમેનનો સાથ જોઈએ કે જે તેની સાથે ઝડપી બેટિંગ કરી શકે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
એસ્ટ્રો
Advertisement
gujarati.abplive.com
Opinion