શોધખોળ કરો
Advertisement
World Cup 2019: ઇંગ્લેન્ડ સામે આ રંગની ટી-શર્ટ પહેરશે ટીમ ઈન્ડિયા, BCCIએ કર્યું કન્ફૉર્મ
મહત્વનું છે કે વર્લ્ડકપ 2019માં યજમાની કરી રહેલી ઈંગ્લેન્ડની ટીમ પણ વાદળી રંગની ટી-શર્ટ પહેરીને રમી રહી છે અને તેને પોતાની પૂર્વ નિર્ધારિત રંગની જર્સી પહેરવાની અનુમતિ હોય છે.
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડકપમાં રવિવારે ઈંગ્લેન્ડ સામે રમાનારી આગામી મેચમાં પરંપરાગત જર્સીમાં નહીં પણ અલગ રંગની જર્સીમાં જોવા મળશે. ટીમ ઈન્ડિયા બ્લૂ અને ઓરેન્જ કલરની જર્સીમાં જોવા મળશે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આ જર્સીની તસવીરો ટ્વિટર પોસ્ટ કરી હતી.
નોંધનીય છે કે જર્સીના ભગવા રંગને લઈને રાજકીય પાર્ટી કૉંગ્રેસ અને સમાજવાદી પાર્ટીએ વાંધો ઉઠાવ્યો હતો. ભગવા રંગનો ઉપયોગ કરવા પર કહ્યું હતું કે બીસીસીઆઈએ કેન્દ્ર સરકારને ખુશ કરવા માટે આમ કર્યું છે. જો કે ભાજપ તરફથી આ આરોપોને નકારી દીધાં હતા. આ મામલે આઈસીસીએ કહ્યું હતું કે જર્સીનો કલર તેમના તરફથી કરવામાં આવ્યો હતો અને બીસીસીઆઈને મોકલવામાં આવ્યો હતો.
મહત્વનું છે કે વર્લ્ડકપ 2019માં યજમાની કરી રહેલી ઈંગ્લેન્ડની ટીમ પણ વાદળી રંગની ટી-શર્ટ પહેરીને રમી રહી છે અને તેને પોતાની પૂર્વ નિર્ધારિત રંગની જર્સી પહેરવાની અનુમતિ હોય છે. આઈસીસીના નિયમો અનુસાર, કોઈ પણ એવી મેચ કે જેનું પ્રસારણ ટીવી પર થાય છે. તેમાં બન્ને ટીમો એકજ રંગની જર્સી પહેરીને મેદાનમાં રમી શકે નહી. નિયમો પ્રમાણે જે પણ દેશ યજમાની કરે છે તેને આ મામલે છૂટ મળે છે. World Cup: આ ભારતીય ખેલાડી પર ભડક્યા ફેન્સ, કહ્યું- આનાથી સારું તો લાલુ યાદવ રમે છે ધીમી બેટિંગના કારણે ટીકાનો સામનો કરી રહેલા ધોનીના સમર્થનમાં આવ્યો સૌરવ ગાંગુલી, જાણો શું કહ્યું ? મેચ બાદ કોહલીએ ધોનીને લઈને કરી આ મહત્ત્વની વાત, કહ્યું- તે ફોર્મમાં ન હોય ત્યારે....Presenting #TeamIndia's Away Jersey ???????????????????????? What do you make of this one guys? #TeamIndia #CWC19 pic.twitter.com/TXLuWhD48Q
— BCCI (@BCCI) June 28, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement