Sports: શું વર્લ્ડ કપ બાદ રાહુલ દ્રવિડની થશે છુટ્ટી? કોણ બની શકે છે કોચ?
દ્રવિડના સ્થાને કોચ તરીકે આશિષ નેહરા સારો વિકલ્પ બની શકે છે કારણ કે તે IPLમાં ખૂબ જ સફળ રહ્યો છે પરંતુ ભૂતપૂર્વ ફાસ્ટ બોલરની નજીકના લોકોના મતે તેને રાષ્ટ્રીય ટીમનો કોચ બનવામાં રસ નથી કારણ કે તેનો ગુજરાત ટાઇટન્સ સાથેનો કરાર 2025 સુધી છે.
Sports:ભારતમાં આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનારા ICC ODI વર્લ્ડ કપ માત્ર કેપ્ટન રોહિત શર્મા માટે જ નહીં પરંતુ કોચ રાહુલ દ્રવિડ માટે પણ કસોટી રૂપ છે. ટીમ ઈન્ડિયાના કોચનો BCCI સાથેનો કરાર વર્લ્ડ કપ પછી સમાપ્ત થઈ જશે અને ટૂર્નામેન્ટનું પરિણામ નક્કી કરશે કે તે ટીમ સાથે ચાલુ રહેશે કે નહીં.
ભારતીય ટીમ ગયા વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાયેલા ICC T20 વર્લ્ડ કપમાંથી પણ બહાર થઈ ગઈ હતી. જો ભારત ટાઈટલ મેચમાં નહીં પહોંચે તો દોષ દ્રવિડ પર આવી શકે છે, કારણ કે ટીમનું સેમિફાઈનલમાં પહોંચવું એ કોઈ મોટી ઉપલબ્ધિ ગણાશે નહીં.- AP
ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) આવી સ્થિતિમાં નવા કોચની શોધ કરી શકે છે. એ જોવાનું પણ રસપ્રદ છે કે શું દ્રવિડ નવા કરાર માટે BCCI ઓફર કરે છે કે નહીં. અગાઉ ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રીને પણ 2021 T20 વર્લ્ડ કપ બાદ કરાર સમાપ્ત થતાં હટાવી દેવામાં આવ્યા હતો.-AP
ક્રિકેટ પંડિતો માને છે કે, જો દ્રવિડ કોચ તરીકે ચાલુ રહેવા ઈચ્છુક હોય તો છે, તો તેને દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી માટે પણ રાખવો જોઈએ. વર્લ્ડ કપના આગામી ચક્ર પહેલા ટેસ્ટ અને મર્યાદિત ઓવરના ફોર્મેટ માટે અલગ કોચ રાખવામાં કંઈ ખોટું નથી, જેમ ઈંગ્લેન્ડ અત્યારે કરી રહ્યું છે.
દ્રવિડના સ્થાને કોચ તરીકે આશિષ નેહરા સારો વિકલ્પ બની શકે છે કારણ કે તે IPLમાં ખૂબ જ સફળ રહ્યો છે પરંતુ ભૂતપૂર્વ ફાસ્ટ બોલરની નજીકના લોકોના મતે તેને રાષ્ટ્રીય ટીમનો કોચ બનવામાં રસ નથી કારણ કે તેનો ગુજરાત ટાઇટન્સ સાથેનો કરાર 2025 સુધી છે.
બીસીસીઆઈના એક ભૂતપૂર્વ અધિકારીએ નામ ન આપવાની શરતે પીટીઆઈને કહ્યું, "જો ભારત વર્લ્ડ કપ જીતે છે, તો દ્રવિડ મોટા ખિતાબ સાથે તેના કાર્યકાળને સમાપ્ત કરવાનું પસંદ કરી શકે છે. પરંતુ જો તમે મને પૂછો તો હું માનું છું કે, વર્લ્ડ કપ પછી BCCI પાસે તમામ ફોર્મેટ માટે અલગ અલગ કોચ હોવા જોઈએ. તેણે દ્રવિડને ટેસ્ટ ટીમના કોચ તરીકે રહેવાનું કહેવું જોઈએ.''
રવિ શાસ્ત્રીના સ્થાને દ્રવિડને મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો પરંતુ તે મર્યાદિત ઓવરના ક્રિકેટમાં એટલી ખાસ છાપ છોડી શક્યો ન હતો કે કહી શકાય કે તે ચતુર વ્યૂહરચનાકાર છે. આવી સ્થિતિમાં, BCCI અલગ-અલગ ફોર્મેટ માટે અલગ-અલગ કોચ રાખવાના વિકલ્પ પર વિચાર કરી શકે છે.