શોધખોળ કરો
વર્લ્ડકપઃ અફઘાનિસ્તાનને હરાવવાની સાથે જ ટીમ ઈન્ડિયાએ બનાવ્યા આ રેકોર્ડ, જાણો વિગત
અફઘાનિસ્તાન સામે જીત સાથે જ ટીમ ઈન્ડિયા વર્લ્ડકપમાં સૌથી વધારે મેચ જીતનારી ત્રીજી ટીમ બની ગઈ છે.

નવી દિલ્હીઃ વર્લ્ડ કપમાં શનિવારે અફઘાનિસ્તાન સામેની લો-સ્કોરિંગ મેચમાં બોલરોની અત્યંત ચુસ્ત બોલિંગની મદદથી ભારતે 11 રને વિજય મેળવ્યો હતો. ભારતના 224 રન સામે અફઘાનિસ્તાન 213 રનમાં જ ઓલઆઉટ થઈ ગયું હતું. જેની સાથે જ ભારતે મેચમાં કેટલાક રેકોર્ડ બનાવ્યા હતા. વર્લ્ડકપમાં સૌથી વધુ મેચ જીતનારી ત્રીજી ટીમ અફઘાનિસ્તાન સામે જીત સાથે જ ટીમ ઈન્ડિયા વર્લ્ડકપમાં સૌથી વધારે મેચ જીતનારી ત્રીજી ટીમ બની ગઈ છે. આ જીત ભારતનો વર્લ્ડકપમાં 50મો વિજય હતો. 67 જીત સાથે ઓસ્ટ્રેલિયા પ્રથમ અને 53 જીત સાથે ન્યૂઝિલેન્ડ બીજા ક્રમે છે. ઈંગ્લેન્ડ 45 વિજય સાથે ચોથા અને કેરેબિયન ટીમ 42 જીત સાથે ચોથા ક્રમે છે. ભારતની વર્લ્ડકપમાં સૌથી ઓછા રન માર્જિનની જીત શનિવારે ભારતે અફઘાનિસ્તાન સામે મેળવેલી જીત વર્લ્ડકપમાં સૌથી ઓછા રનના અંતરથી મેળવેલી જીત હતી. ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાનને 11 રને હાર આપી હતી. આ પહેલા 1987માં ભારતે ન્યૂઝિલેન્ડને 16 રને, 2011માં પાકિસ્તાનને 29 રને અને 1983માં ઝિમ્બાબ્વેને 31 રને હાર આપી હતી. શમીએ સર્જયો ઈતિહાસ, ઝહીર-શ્રીનાથ જેવા દિગ્ગજ બોલરો પણ નથી બનાવી શક્યા આ ખાસ રેકોર્ડ, જાણો વિગત INDvAFG: 15 વર્ષમાં માત્ર બીજી વખત એમએસ ધોની સાથે થયું આમ, જાણો વિગત
વધુ વાંચો




















