શોધખોળ કરો
Advertisement
વર્લ્ડકપઃ આવતીકાલે બાંગ્લાદેશ સામે ટીમ ઈન્ડિયાનો મુકાબલો, કોનું કપાઈ શકે છે પત્તું, કોને મળી શકે છે તક
ઈંગ્લેન્ડ સામે હાર બાદ ભારતીય ટીમમાં બે ત્રણ બદલાવ જોવા મળી શકે છે. અત્યાર સુધી એક પણ મેચમાં સામેલ નહીં કરવામાં આવેલા સૌરાષ્ટ્રના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને દિનેશ કાર્તિકને તક મળી શકે છે.
બર્મિંઘહામઃ વર્લ્ડકપના 38મા મુકાબલામાં ઈંગ્લેન્ડ સામે 31 રને હાર થવાથી ભારતના વિજયરથ પર બ્રેક લાગી હતી. હવે ટીમ ઈન્ડિયા મંગળવારે બાંગ્લાદેશ સામે રમવા ઉતરશે. ભારત બાંગ્લાદેશ સામે મેચ જીતીને સેમીફાઇનલમાં સ્થાન નિશ્ચિત કરશે, જ્યારે બાંગ્લાદેશની ટીમ પણ ભારતને હરાવી વર્લ્ડકપમાં અપસેટ સર્જી શકે છે.
ઈંગ્લેન્ડ સામે હાર બાદ ભારતીય ટીમમાં બે ત્રણ બદલાવ જોવા મળી શકે છે. અત્યાર સુધી એક પણ મેચમાં સામેલ નહીં કરવામાં આવેલા સૌરાષ્ટ્રના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને દિનેશ કાર્તિકને તક મળી શકે છે.
જ્યારે લોકેશ રાહુલ અને કુલદીપ યાદવને બહાર કરવામાં આવી શકે છે. આમ પણ લોકેશ રાહુલ ગઇકાલે ફિલ્ડિંગ કરતે વખતે ઇજાગ્રસ્ત થયો હતો. જ્યારે કુલદીપના સ્થાને જાડેજા રમી શકે છે. જાડેજા પ્લેઇંગ ઇલેવનમાં રમતો ન હોવાથી જ્યારે પણ તે અન્ય ખેલાડીના સ્થાને ફિલ્ડિંગ કરવા આવે ત્યારે શાનદાર પ્રદર્શન કરતો હોય છે. ઉપરાંત ભારતના લોઅર ઓર્ડરમાં પણ કોઇ સારો બેટ્સમેન ન હોવાથી છેલ્લા થોડા સમયથી જાડેજાને ટીમમાં સામેલ કરવાની માંગ ઊભી થઈ છે.
સંભવિત ભારતીય ટીમઃ રોહિત શર્મા, દિનેશ કાર્તિક, વિરાટ કોહલી, રિષભ પંત, મહેન્દ્ર સિંહ ધોની, કેદાર જાધવ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, યુઝવેન્દ્ર ચહલ
ઈંગ્લેન્ડ સામે ભારતની હાર આ પાકિસ્તાની ક્રિકેટરથી સહન ન થઈ, જાણો શું કહ્યું
મારું શહેર, મારી વાતઃ અમદાવાદના ઠક્કરબાપાનગરના લોકો સાથે ખાસ વાત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
અમદાવાદ
Advertisement