શોધખોળ કરો
Advertisement
ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ભગવા જર્સીને લઇ આપ્યું નિવેદન, કહ્યું- સારી છે પણ......
કોહલીએ કહ્યું કે, આ જર્સી સારી છે. જોકે તેણે સ્પષ્ટતા કરી કે બ્લૂજર્સી જ ટીમ ટીમ ઈન્ડિયાની ઓળખ છે. એક મેચ માટે આ જર્સી ઠીક છે.
નવી દિલ્હીઃ વર્લ્ડકપ 2019માં રવિવારે ભારતનો મુકાબલો ઈંગ્લેન્ડ સાથે થશે. આ મેચમાં ટીમ ઈન્ડિયા તેની પરંપરાગત બ્લૂ જર્સીના બદલે ભગવા કલરની જર્સી પહેરીને ઉતરશે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ શનિવાર પ્રેસ કોન્ફરન્સમાં પણ જર્સી અંગે તેનો અભિપ્રાય આપ્યો હતો.
કોહલીએ કહ્યું કે, આ જર્સી સારી છે. જોકે તેણે સ્પષ્ટતા કરી કે બ્લૂજર્સી જ ટીમ ટીમ ઈન્ડિયાની ઓળખ છે. એક મેચ માટે આ જર્સી ઠીક છે. જ્યારે કોહલીને પૂછવામાં આવ્યું કે, શું તમે આગળ પણ આ જર્સી ચાલુ રાખવા માંગશો ? જેનો જવાબ આપતાં કહ્યું, મને નથી લાગતું કે અમારે તમામ મેચો માટે જર્સી બદલવી જોઈએ. કારણકે અમારો રંગ બ્લૂ છે. તેને જ રાખવો જોઈએ.
ઈંગ્લેન્ડ સામેની મેચ પહેલા વિરાટ કોહલીએ ધોનીનો પક્ષ લેતા કહ્યું કે, પૂરી ટીમ ધોની પર વિશ્વાસ કરે છે અને અમે તેની સાથે છીએ. તે મુશ્કેલી પરિસ્થિતિમાં ટીમ માટે ઉભો રહ્યો અને જીત અપાવી. આ કેલેન્ડર વર્ષમાં તેનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. મને લાગે છે કે કોઇ પણ ખેલાડીને એક કે બે ખરાબ પ્રદર્શન બાદ તેની આલોચના કરવી ઠીક નથી. અમે આ પ્રકારની વાતો પર ધ્યાન આપતા નથી. વિરાટે ધોની અંગે કહ્યું કે, ક્યારે શું કરવું તેની સારી રીતે ખબર છે. મને નથી લાગતું કે તે એવો ક્રિકેટર છે જેને શું કરવું તે કહેવાની જરૂર છે. અનેક ચીજો બહારથી થતી હોય છે, જેનો આપણે અનુભવ કરતા હોઈએ છીએ. અમે ચેન્જ રૂમની અંદર શું જાણીએ છીએ અને તે અમારા માટે સૌથી મહત્વનું છે. વિરાટે ધોનીના ટિકાકારોને આપ્યો જડબાતોડ જવાબ, ઈંગ્લેન્ડ સામેની મેચ પહેલા કહી આ મોટી વાત, જાણો વિગત Video: સચિને 119 વર્ષ જૂની વિન્ટેજ કાર ચલાવી, જાણો શું છે વિશેષતા મલાઇકા અરોરાએ બોલીવુડના કયા એક્ટરને પ્રેમનો કર્યો એકરાર, જાણો વિગત ડાંગમાં ધોધમાર વરસાદ પડતા નદીમાં આવ્યા નવા નીર, જુઓ વીડિયોVirat Kohli on India's jersey for #IndvsEng: I like it,contrast is really nice. It's a nice change,for one game it's fine.I don't think permanently we'll be heading in that direction, blue has always been our color.We're very proud to wear it. Looking at occasion,it's a smart kit pic.twitter.com/ZTFfp3q2k5
— ANI (@ANI) June 29, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion