શોધખોળ કરો
વર્લ્ડકપઃ ટીમ ઈન્ડિયા માટે માઠા સમાચાર, ધવન થયો ટુર્નામેન્ટમાંથી બહાર
ધવનને ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં પેટ કમિન્સનો બોલ ડાબા હાથના અંગૂઠા પર લાગ્યો હતો. આ મેચમાં તેણે 117 રનની ઈનિંગ રમી હતી. રિપોર્ટમાં ધવનને હેયરલાઇન ફ્રેક્ચર થયું હોવાનું સામે આવ્યું હતું.
લંડનઃ વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયા માટે માઠા સમાચાર આવ્યા છે. અંગૂઠાની ઈજાના કારણે ટીમ ઈન્ડિયાનો ઓપનર હવે વર્લ્ડકપમાંથી બહાર થઈ ગયો છે. ધવનના સ્થાને રિષભ પંતને વર્લ્ડકપ ટીમમાં સામેલ કરી લેવામાં આવ્યો છે. ધવનને ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં પેટ કમિન્સનો બોલ ડાબા હાથના અંગૂઠા પર લાગ્યો હતો. આ મેચમાં તેણે 117 રનની ઈનિંગ રમી હતી. રિપોર્ટમાં ધવનને હેયરલાઇન ફ્રેક્ચર થયું હોવાનું સામે આવ્યું હતું.
ધવન અંગૂઠામાં ઈજાના કારણે લગભગ બે સપ્તાહથી ટૂર્નામેન્ટથી બહાર છે પરંતુ હજુ પણ તે પૂરી રીતે ફિટ થઈ શક્યો નથી. ધવન વર્લ્ડકપમાં આગામી મેચોમાં ભાગ લેવાની સ્થિતિમાં નથી. આ પહેલા ભારતના સહાયક કોચ સંજય બાંગરે કહ્યું હતું કે, ટીમ મેનેજમેન્ટ શિખર ધવનને વર્લ્ડકપમાંતી બહાર કરવા નથી ઈચ્છતું અને તેની રિકવરી પર નજર રાખવામાં આવી રહી છે.Team India Manager Sunil Subramaniam: Shikhar Dhawan has a fracture at the base of the first metacarpal of his left hand. He will remain in cast until mid-July which rules him out of ICC World Cup. We have requested Rishab Pant as the replacement. pic.twitter.com/unWcLphsWO
— ANI (@ANI) June 19, 2019
યુવા વિકેટકિપર રિષભ પંતને ધવનના બેકઅપ તરીકે ઈંગ્લેન્ડ મોકલી દેવાયો હતો. તે માનચેસ્ટમાં પાકિસ્તાન સામેની મેચ પહેલા જ ટીમ સાથે જોડાઈ ગયો હતો. વર્લ્ડકપ 2019: વરસાદથી વીમા કંપનીઓને લાગ્યો 180 કરોડ રૂપિયાનો ચૂનો, જાણો વિગત ક્લાસમાં ભણાવતી હતી ટીચર, સ્ટુડન્ટના માથા પર અચાનક પડ્યો છતનો હિસ્સો, જુઓ વીડિયોFollowing several specialist opinions, he will remain in a cast until the middle of July and therefore will not be available for the remainder of #CWC19
— BCCI (@BCCI) June 19, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
બિઝનેસ
Advertisement