શોધખોળ કરો
Advertisement
કોહલી હજુ નથી ભૂલી રહ્યો વર્લ્ડકપ સેમિ ફાઇનલ હારનું દુઃખ, ડ્રેસિંગ રૂમના માહોલને લઈ કરી મોટી વાત
એક અંગ્રેજી અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં કોહલીએ કહ્યું, જ્યારે કોઈ ટીમ વર્લ્ડકપમાં આ રીતે હારીને બહાર થઈ જાય છે ત્યારે તેને પચાવવી મુશ્કેલ હોય છે.
નવી દિલ્હીઃ વર્લ્ડકપ 2019ની સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે મળેલી હારનું દુઃખ વિરાટ કોહલી હજુ સુધી ભૂલી શક્યો નથી. વર્લ્ડકપ બાદ સ્વદેશ પરત ફરેલા ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ પ્રથમવાર અનેક મામલા પર ખુલીને અભિપ્રાય આપ્યો હતો.
એક અંગ્રેજી અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં કોહલીએ કહ્યું, જ્યારે કોઈ ટીમ વર્લ્ડકપમાં આ રીતે હારીને બહાર થઈ જાય છે ત્યારે તેને પચાવવી મુશ્કેલ હોય છે. તમે ઉંઘીને ઉઠો છો અને વિચારો છે કે તમે કંઈ ખોટું કર્યું નથી પરંતુ આ વાતનો સ્વીકાર કરવાનો હોય છે કે તમે રેસમાંથી બહાર થઈ ગયા છો.
તેણે એમ પણ કહ્યું કે, તમને ખુદ પર ભરોસો હોય છે કે તમે શ્રેષ્ઠ કરી રહ્યા છો. તમારી સારી ખેલાડીઓ પણ સારી રમત દર્શાવી રહ્યા છે પરંતુ અચાનક તમને ખબર પડે છે કે તમે સારું નથી કરી રહ્યા. આ વાતનો સ્વીકાર કરવો ઘણો મુશ્કેલ હોય છે. કારણકે તમે પણ જાણો છો કે વધારે ભૂલો નથી કરી અને છતાં તમે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા.
કોહલીએ કહ્યું, ધમકાવવા વાળો માહોલ હવે તો ડ્રેસિંગ રૂમમાં પણ નથી. જેટલો મૈત્રીભર્યો વ્યવહાર મારો કુલદીપ યાદવ સાથે હોય છે તેટલો જ મહેન્દ્ર સિંહ ધોની સાથે છે. માહોલ એવો છે કે કોઈપણ તેની વાત કોઈને જણાવી શકે છે. હું ખુદ કહી શકું છું કે, જુઓ આ ભૂલો મેં કરી છે, તમે ન કરતાં.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
લાઇફસ્ટાઇલ
ક્રિકેટ
Advertisement