શોધખોળ કરો
વર્લ્ડકપમાં કોહલીના સ્થાને ધોનીને કેપ્ટનશિપ સોંપવી જોઈએ, જાણો ક્યા દિગ્ગજ ખેલાડીએ કહ્યું આમ
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયા હાલ ઓસ્ટ્રેલિયા સામે વન ડે શ્રેણી રમી છે. જે વર્લ્ડકપ પહેલા ભારતીય ટીમની અંતિમ સીરિઝ છે. જેના કારણે આ શ્રેણીને વર્લ્ડકપની તૈયારીના ભાગ રૂપે ખૂબ મહત્વની માનવામાં આવે છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર અજય જાડેજાએ કહ્યું કે, મિશન વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ વિરાટ કોહલીના બદલે મહેન્દ્ર સિંહ ધોનીને સોંપવી જોઈએ.
અજય જાડેજાએ એક ક્રિકેટ વેબસાઇટને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, તે માત્ર આ ટૂર્નામેન્ટ માટે જ આવું વિચારે છે. કારણકે ધોની પાસે કેપ્ટનશીપનો શાનદાર અનુભવે છે. જો કોઈને એમ લાગતું હોય કે વિરાટ કોહલી ધોની કરતાં વધારે સારી રીતે કેપ્ટનશિપ કરી શકે છે તો તેઓ મારી સાથે ચર્ચા કરી શકે છે. ક્રિકેટ વિશ્વમાં રણનીતિ બનાવવામાં ધોની નંબર 1 છે તેની સાથે કોઇ કેપ્ટન ન આવી શકે.
અજય જાડેજાએ તેની ડ્રીમ ટીમમાં લાંબા સમયથી વન ડે ક્રિકેટમાંથી બહાર રવિચંદ્રન અશ્વિનને પણ સ્થાન આપ્યું છે. આ ઉપરાંત તેણે અન્ય 3 સ્પિનરો જાડેજા, ચહલ, કુલદીપ યાદવને સામેલ કર્યા છે. વાંચોઃ ક્રિસ ગેઇલનો વર્લ્ડ રેકોર્ડ, એક વન ડે સીરિઝમાં સૌથી વધારે છગ્ગા મારવાનો રોહિત શર્માનો રેકોર્ડ તોડ્યોWhat gearing up for the 2nd ODI against Australia looks like ???????????? #INDvAUS pic.twitter.com/tVOe1g1mLp
— BCCI (@BCCI) March 4, 2019
PM મોદીએ વિશ્વના સૌથી મોટી ઉમિયા માતાજી મંદિરનું કર્યું ભૂમિપૂજન, જુઓ વીડિયો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
અમદાવાદ
ક્રિકેટ
Advertisement