શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ENGvBAN: ઈંગ્લેન્ડના ઓપનર્સે બનાવ્યો અનોખો રેકોર્ડ, જાણો વિગત
જેસન રોય અને જોની બેયરસ્ટો ઈંગ્લેન્ડ તરફથી 100 કે તેથી વધુ રનની પાર્ટનરશિપ કરનારા ખેલાડીઓમાં બીજા સ્થાને આવી ગયા છે. બંનેએ આઠમી વખત 100થી વધુ રનની પાર્ટનરશિપ કરી હતી.
કાર્ડિફઃઆઇસીસી વર્લ્ડકપ 2019માં બાંગ્લાદેશ સામે ઇગ્લેન્ડે આક્રમક શરૂઆત કરી હતી. બાંગ્લાદેશના કેપ્ટન મશરફે મુર્તઝાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઇગ્લેન્ડના ઓપનર જેસન રોય અને જોની બેયરસ્ટોએ પ્રથમ વિકેટ માટે 19.1 ઓવરમાં 128 રનની ભાગીદારી કરી હતી. જે દરમિયાન તેમણે એક અનોખો રેકોર્ડ બનાવ્યો હતો. બેયરસ્ટો 51 રન બનાવી આઉટ થયો હતો. હાલ જેસન રોય 74 રને રમી રહ્યો છે.
જેસન રોય અને જોની બેયરસ્ટો ઈંગ્લેન્ડ તરફથી 100 કે તેથી વધુ રનની પાર્ટનરશિપ કરનારા ખેલાડીઓમાં બીજા સ્થાને આવી ગયા છે. બંનેએ આઠમી વખત 100થી વધુ રનની પાર્ટનરશિપ કરી હતી. 1996ના વર્લ્ડકપ બાદ ઈંગ્લેન્ડના બંને ઓપનરોએ માત્ર ત્રીજી વખત જ વ્યક્તિગત 50 કે તેથી વધુ રનનો સ્કોર બનાવ્યો હતો.
તેમણે જેસન રોય અને જો રૂટનો 7 વખત 100 કે તેથી વધુ રનની ભાગીદારીનો રેકોર્ડ તોડ઼યો હતો. ઈંગ્લેન્ડ તરફથી 100થી વધુ રનની ભાગીદારી કરનારી જોડીમાં જો રૂટ અને ઈયાન મોર્ગન છે. રૂટ અને મોર્ગને 11 વખત આ કારનામું કર્યું છે.
વર્લ્ડકપ 2019: આવતીકાલે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો, ટીમ ઈન્ડિયામાં થઈ શકે છે બદલાવ, જાણો વિગત
લોકસભા ચૂંટણીમાં જીતનાર આ સાંસદ હવે વર્લ્ડકપમાં કરશે કોમેન્ટ્રી
વર્લ્ડકપમાં ધોની નહીં પહેરી શકે 'બલિદાન' ગ્લવ્સ, ICCએ લગાવ્યો પ્રતિબંધ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
મનોરંજન
આરોગ્ય
મહિલા
Advertisement
gujarati.abplive.com
Opinion