શોધખોળ કરો
ગરીબીમાં પિતા નહોતા બની શક્યા પહેલવાન, દીકરા બજરંગે ગોલ્ડ જીતી પુરુ કર્યું સ્વપ્ન
1/5

પરંતુ હજુ ગરીબી દીકરા બજરંગને તૈયાર કરવામાં અડચણ બની રહી હતી. બજરંગના પિતા પાસે પહેલવાન દીકરાને ઘી પીવડાવવાના રૂપિયા નહોતા. પરંતુ દીકરાને કુશ્તીમાં રસ હોવાના કારણે તેઓ બસમાં જવાના બદલે સાયકલ પર જતા હતા જેથી દીકરા માટે રૂપિયાની બચત કરી શકે.
2/5

જાકાર્તાઃ ભારતીય રેસલર બજરંગ પૂનિયાએ 18મા એશિયન ગેમ્સમાં ભારતને પ્રથમ ગોલ્ડમેડલ અપાવ્યો હતો. ફાઇનલમાં પૂનિયાએ જાપાનના રેસલર તાકાતિની દાયચીને હરાવીને હરાવ્યો હતો. પૂનિયાએ પોતાનો ગોલ્ડ મેડલ સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીને અર્પણ કર્યો હતો. બજરંગે પુરુષોના 65 કિલોગ્રામ ફ્રીસ્ટાઇલ સ્પર્ધામાં આ મેડલ જીત્યો હતો. નોંધનીય છે કે પૂનિયાએ 2014માં યોજાયેલા એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
Published at : 20 Aug 2018 10:16 AM (IST)
View More




















