શોધખોળ કરો
રેસલર બજરંગ પૂનિયાને મળશે રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ
સૂત્રએ કહ્યું કે, બજરંગને કુશ્તી ક્ષેત્રમાં સતત સારુ પ્રદર્શન કરવા બદલ આ વર્ષે એવોર્ડ આપવામાં આવશે.
નવી દિલ્હીઃ ભારતીય સ્ટાર રેસલર બજરંગ પૂનિયાને આ વર્ષે રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ એવોર્ડ રમતગમત ક્ષેત્રમાં આપનારો ભારતનો સર્વોચ્ચ સન્માન છે. આ મામલાથી જોડાયેલા એક સૂત્રએ આઇએએનએસને આ જાણકારી આપી હતી. સૂત્રએ કહ્યું કે, બજરંગને કુશ્તી ક્ષેત્રમાં સતત સારુ પ્રદર્શન કરવા બદલ આ વર્ષે એવોર્ડ આપવામાં આવશે.
ભારતીય કુશ્તી મહાસંઘે આ પ્રતિષ્ઠિત એવોર્ડ માટે બજરંગ પૂનિયાની સાથે મહિલા રેસલર વિનેશ ફોગાટનું નામની પણ ભલામણ કરી હતી. પૂનિયાએ તાજેતરમાં જ તબિલિસી ગ્રા પ્રીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે ઇરાનના રેસલર પેઇમાન બિબયાનીને હરાવીને 65 કિલોગ્રામ વર્ગમાં ગોલ્ડ જીત્યો હતો.
પૂનિયાએ ચીનમાં આયોજીત એશિયાઇ ચેમ્પિયનશીપમાં જીત હાંસલ કરી એશિયાઇ મહાદ્ધિપમાં પોતાનો દબદબો યથાવત રાખ્યો હતો. બજરંગે છેલ્લા વર્ષે એશિયાઇ રમતો અને રાષ્ટ્રમંડલ રમતોમાં ગોલ્ડ જીત્યો હતો. છેલ્લા વર્ષે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન કોહલી અને વેઇટલિફ્ટર મહિલા ખેલાડી મીરાબાઇ ચાનૂને આ એવોર્ડ મળ્યો હતો. બજરંગે ગયા વર્ષે પોતાનું નામ ખેલ રત્ન માટે ના આવતા નારાજગી વ્યક્ત કરી હતી અને તે સમયે તેણે રમતગમત મંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોર સાથે મુલાકાત કરી નિરાશા વ્યક્ત કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
દુનિયા
Advertisement