શોધખોળ કરો
Advertisement
યુવરાજ સિંહ સાથે લગ્ન કર્યા બાદ હેઝલ કીચનું નામ બદલવામાં આવ્યું, જાણો શું નામ રાખ્યું
ચંડીગઢ: ક્રિક્રેટર યુવરાજ સિંહ સાથે લગ્ન કર્યા બાદ હેઢલ કીચનું નામ બદલવામાં આવ્યુ છે, તે હવે ગુરૂવસંત કૌર બની ગઈ છે. આ નામ તેને યુવરાજની માતા એ આપ્યુ છે. આ વાતનો ખુલાસો યુવરાજના નજીકના સુત્રોએ જણાવી હતી. તેમણે જણાવ્યુ કે આ નામ તેને દુફેરા સાહિબ ગુરૂદ્વારામાં આપવામાં આવ્યુ હતું. ગુરૂવસંત કૌર શીખ નામ છે, માટે શબનમે તેને આ નામ આપ્યુ છે.
ફતેહગઢ સ્થિત દુફેરા સાહિબ ગુરૂદ્વારામાં યુવી અને હેઝલ કીચના લગ્ન શીખ રીતિ રિવાઝ પ્રમાણે કરવામાં આવ્યા હતા. આ લગ્નમાં યુવરાજ અને હેઝલ કીચના નજીકના સંબંધીઓ જોડાયા હતા. 30 નવેંબરના થયેલા આ લગ્ન પહેલા સંગીત અને મહેંદી સેરેમનીમાં યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહે તેની બીજી પત્ની સાથે હાજરી આપી તમામ લોકોને ચોંકાવ્યા હતા. ઉલ્લેખનિય છે કે કોઈને પણ કલ્પના પણ ન હતી કે યુવરાજ સિંહની સોતેલી મા આ ફંકશનમાં હાજરી આપશે.
હવે બંને ગોવા પહોંચશે જ્યાં હિંદુ રીતિ રિવાજ પ્રમાણે 2 ડિસેંબરના બંને ફરિ એકવાર લગ્ન કરશે. ત્યારબાદ દિલ્લીમાં રિસેપ્શન હશે. આ ફંકશનમાં પીએમ મોદી સહિત અનેક હસ્તીઓ ઉપસ્થિત હોવાનું અનુમાન છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રિકેટ
અમદાવાદ
Advertisement