સુરતઃ સુરતમાં જાણીતા ડાયમંડ બિઝનેસમેનના પુત્ર ભવ્યએ જૈન દીક્ષા ગ્રહણ કરી હતી. ફરારી કારના શોખીન અને લક્ઝુરિયસ લાઈફ જીવતા ભવ્યએ સંયમના માર્ગે દીક્ષા લેતાં તેને ભાગ્યરત્ન મુનીરાજનું નામ આપવામાં આવ્યું હતું. ઉમરા ખાતે યોજાયેલા દીક્ષા સમારોહમાં મોટી સંખ્યામાં શ્રાવકો અને સાધુ સાધ્વીઓએ આશિર્વાદ આપ્યાં હતાં. સમગ્ર જૈન દીક્ષા બાહુબલીની થીમ પર તૈયાર કરવામાં આવ્યું હતું અને સુરતમાં ભવ્યની શાહીઠાઠથી વરઘોડો યોજ્યો હતો.
5/7
મુમુક્ષુ ભવ્ય કુમારના દર્શન માટે રાજમાર્ગ ઉપર હજારો લોકોની ભીડ લાગી હતી. સુરતમાં બિરાજમાન સમસ્ત સાધુ ભગવંતો તથા સાધ્વી ભગવંતોની નિશ્રામાં સુરતનું વાલકેશ્વર એવા ઉમરા સંઘ મધ્યે ડીસા નિવાસી દિપેશભાઈના પુત્ર મુમુક્ષુ ભવ્યકુમારની શોભાયાત્રામાં દેદીપ્યમાન ઇન્દ્ર ધજા, ભગવાનની છબી વાળા ઢોલ શરણાઇ અને અનેક મંડળીઓ રજવાડી બાહુબલીથી ભવ્ય કુમારના રાજમાર્ગ ઉપર દર્શન કરવા માટે સેંકડો લોકોની ભીડ જામી હતી.
6/7
ડાયમંડના વ્યવસાયી દિપેશભાઈ અને માતા પિકાબહેનનો મન મુયર દીક્ષા સાથે નાચી ઉઠ્યો હતો અને વર્ષોનું સ્વપ્ન સાકાર થયું હતું અને તેનો આનંદ પણ માણ્યો હતો. નૂતન મુનિરાજને દીક્ષા બાદ હિતશિક્ષામાં કહેવાયું હતું કે, જે છોડ્યું છે તેને ક્યારેય યાદ કરતાં નહીં અને જેના માટે છોડ્યું છે તેને ક્યારેય ભુલતાં નહીં.
7/7
ગુણરત્નસૂરીશ્વરજીએ ભવ્ય કુમારને 394મો રજોહરણ અર્પણ કર્યું ત્યારે ભવ્ય કુમાર મન મુકીને ઝૂમી રહ્યો હતો. આ સાથે સંગીતકારે સંગીતના સુર રેલાવ્યા હતાં અને પછી ભવ્યકુમાર જ્યારે નુતન મુનિ બની સ્ટેજ પર પધાર્યા ત્યારે નૂતન દિક્ષિત અમર રહોના નારા લાગ્યાં હતાં. જેથી સમગ્ર મંડપ ગુંજી ઉઠ્યો હતો. .