રદ કરાયેલ ટ્રેનોમાં ‘વલસાડ એક્સપ્રેસ’ અને ‘ફ્લાઈંગ રાની’ ટ્રેન સામેલ છે. આ ઘટના પછી મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. અનેક મુસાફરોને રેલવે સ્ટેશન પર જ કલાકો વિતાવવા પડ્યા હતાં. અમદાવાદથી ઉપડતી કર્ણાવતી ટ્રેનને પણ વલસાડથી પરત કરવામાં આવી છે.
3/6
મહત્વનું છે કે જે કન્ટેનરમાં ભીષણ આગ લાગી હતી તેમાં પ્લાસ્ટિકની વસ્તુઓ હતી. આગને કારણે આ પ્લાસ્ટિકની વસ્તુઓ ટ્રેક પર ચોંટી જવાને કારણે તે ડબ્બાને પણ દૂર કરવાની કામગીરી રેવલે તંત્ર દ્વારા હાથમાં લેવામાં આવી છે. નવા ટ્રેક પણ નાંખવાની કામગીરી યુદ્ધનાં ધોરણે ચાલુ છે. આ ઘટનાને પગલે અનેક ટ્રેનો નિયત સમય કરતાં મોડી ચાલી રહી છે તો બે ટ્રેનોને રદ કરવામાં આવી છે.
4/6
આ ઘટનાને કારણે અમદાવાદ અને મુંબઈ વચ્ચેનો રેલ વ્યવહાર ખોરવાયો છે, અને અમદાવાદથી મુંબઈ જતી કર્ણાવતી, ડબલડેકર, સૌરાષ્ટ્ર એક્સ્પરેસ સહિતની મહત્વની ટ્રેનોના રુટ્સ ટૂંકાવાયા છે, અને કેટલીક ટ્રેનો તો રદ્દ પણ કરવામાં આવી છે. રેલવે વિભાગના જણાવ્યા અનુસાર, જે ટ્રેનોના શિડ્યુલ ફેરવવામાં આવ્યા છે કે પછી જે ટ્રેનોને ટૂંકાવી દેવાઈ છે.
5/6
મોડીરાત્રે દહાણુ રોડ નજીક એક માલગાડીમાં ભીષણ આગ લાગવાના કારણે અમદાવાદ અને મુંબઈ વચ્ચેનો રેલ વ્યવહાર ખોરવાયો છે. રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, હાલ રેલ વ્યવહાર પૂર્વવત બનાવવાના પુરતા પ્રયાસ ચાલુ છે. જોકે, તેમાં સમય લાગશે.
6/6
વલસાડ: મોડીરાત્રે માલગાડી મહારાષ્ટ્રના દાહણું અને વાનગાંવ વચ્ચે આગની ઝપેટમાં આવી ગઈ હતી. જેના કારણે મુંબઈ-અમદાવાદ વચ્ચેનો રેલ વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. આગને કારણે ટ્રેનો મોડી ચાલી રહી છે જેના કારણે મુસાફરોને મુશ્કેલી પડી રહી હતી. માલગાડીના ક્ન્ટેનરમાં આગ લાગતા રેલવે અધિકારીઓ તથા ફાયર ફાઈટર ઘટના સ્થળે આવી જતા સ્થિતિ કાબુમાં આવી હતી.