શોધખોળ કરો
વિશ્વમાં સુરત સૌથી વિકસતું City, જાણો સુરત અને રાજકોટ કયા નંબર પર છે?
1/5

વર્ષ 2035 સુધી સુરતમાંથી ડાયરેક્ટ અને ઈન ડાયરેક્ટ ટેક્સ કલેક્શન પાંચ લાખ કરોડથી વધુ થાય તેવી શક્યતા છે. હાલ વર્ષ 2018માં આઈટી, જીએસટી અને કસ્ટમનું ટેક્સ કલેક્શન 23 હજાર કરોડ છે. ત્રણેય ડિપાર્ટમેન્ટ અને સી.એ. જગતના સૂત્રો પ્રમાણે, જો આજની તારીખથી વર્ષ 2035 સુધી 20 ટકાના દરે ટેક્સ કલેક્શન ચક્રવૃદ્ધિ વ્યાજની જેમ વધતું રહે તો સુરતથી ડાયરેક્ટ અને ઈન ડાયરેક્ટ ટેક્સ કલેક્શનનો ફિગર ચાર લાખ કરોડથી વધુ જશે.
2/5

વર્ષ 2019થી 2035 દરમિયાન સુરતનો સરેરાશ ગ્રોથ રેટ 9.17 ટકા જ્યારે બીજા ક્રમે સરેરાશ 8.58 ટકાના ગ્રોથ રેટ સાથે આગ્રાને સ્થાન આપવામાં આવ્યું છે. તેમજ ત્રીજા ક્રમે બેંગલુરૂનો 8.50 ટકાનો ગ્રોથ રેટ અંદાજવામાં આવ્યો છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીના સર્વેને જો સુરતના ટેક્સ કલેક્શન સાથે જોડીએ તો આવનારા સમયમાં સુરત સરકાર માટે દુઝણી ગાય સાબિત થશે.
Published at : 07 Dec 2018 08:47 AM (IST)
View More





















