આવતા વર્ષે કંપની 25 વર્ષ પૂર્ણ કરે છે ત્યાં સુધીમાં તમામ 5500થી વધુ કર્મચારીઓ પાસે પોતાનું મકાન અને કાર હશે.
2/8
મારુતિની 800 નવી માર્કેટમાં આવી ત્યારે પણ 2 કર્મચારીઓને તે બોનસમાં આપી હતી.
3/8
આગામી વર્ષે હરેક્રિષ્નાના 25 વર્ષ પૂર્ણ થતા હોવાથી કંપનીના તમામ કર્મચારીઓ પાસે પોતાના મકાન અને કાર હોય તેવી ઇચ્છા સવજીભાઇએ વ્યક્ત કરી છે.
4/8
ગયા વર્ષે કંપની દ્વારા 491 કાર, 200 મકાન તેમજ જ્વેલરી બોક્ષ બોનસ તરીકે આપવામાં આવ્યા હતા.
5/8
જે પૈકી સારું પ્રદર્શન કરનાર 1716 જેટલા કર્મચારીઓને 51 કરોડની કિમતની 1260 કાર તતા 400 જેટલા મકાનો અને સેવિંગ્સ માટેની રકમ બોનસ તરીકે આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ પહેલા વિતેલા વર્ષે પણ કંપનીએ કર્મચારીઓને બોનસમાં કાર અને મકાન આપ્યા હતા.
6/8
કર્મચારી પર બોજો ન પડે તે હેતુથી દર મહિને 5 હજારનો હપ્તો પાંચ વર્ષ સુધી કંપની ભરશે. જે કર્મચારીને કાર આપવામાં આવશે તેને મારુતિ તેમજ નિશાનની કારનો વિકલ્પ આપવામાં આવ્યો છે.
7/8
સુરતઃ દિવાળીના અવસરે કર્મચારીઓને બોનસ અને ઉપહારની ચર્ચા તો સામાન્ય હોય છે, પરંતુ સુરતા હરે કૃષ્ણા એક્સપોર્ટ્સે સતત બીજા વર્ષે પોતાના કર્મચારીઓને બોનસમાં કાર અને મકાનો આપવાની જાહેરાત કરી છે. હરેકૃષ્ણ એક્સપોર્ટ્સ દ્વારા મંગળવારે કંપનીમાં કામ કતા 5500 કરતા વધારે કર્મચારીઓ અને તેના પરિવારની સાથે દિવાળી પહેલાની ઉજવણી કરતાં સ્નેહ મિલનનાં કાર્યકરમનું આયોજન કર્યું હતું.
8/8
હરેકૃષ્ણ એક્સપોર્ટ્સના શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ 1716 કર્મચારીઓની પસંદગી કરવામાં આવી હતી. તેમાંથી 1200 કર્મચારી એવા હતા જેનોપગાર 10-60 હજાર સુધીનો છે. 400 કર્મચારીઓને મકાન આપવાનો નિર્ણય કરાયો છે જેના માટે કર્મચારીઓએ કોઈ ડાઉન પેમેન્ટ રકમ ચૂકવવાની રહેશી નહીં.