શોધખોળ કરો
સુરતઃ પાસના માંગુકિયાને ચાર લોકો ઉપાડી ગયાનો મેસેજ કંટ્રોલ રૂમને મળતાં પોલીસ થઈ દોડતી, છેવટે શું આવ્યું બહાર ? જાણો
1/6

આ ઘટના બનતા ભાજપના કાર્યકરોએ ભેગા મળી વિજય માંગુકિયાને ઢોરમાર માર્યો હતો. વિજય માંગુકિયાને સારવાર માટે સુરતની સ્મિમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. માંગુકિયાને વહેલી સવારે લઈ જનારા લોકો કોણ હતા તે અંગે પોલીસે સ્પષ્ટતા ના કરતાં આ ડ્રામા અંગે હજુ સસ્પેન્સ જ છે.
2/6

પુણા પોલીસે વિજય માંગુકિયાની પોલીસની કામગીરીમાં રૂકાવટ સહિતના કેસમાં મેડિકલ ઓફિસરની મંજુરી બાદ ધરપકડ કરી હોવાનું જણાવ્યું હતું.પાંચ દિવસ અગાઉ સુરતમાં ભાજપ યુવા મોરચાના નિયુક્ત પ્રમુખ ડો. ઋત્વિજ પટેલની રેલીમાં પાસના વિજય માંગુકિયાએ ઋત્વિજ પટેલ પર ઈંડા અને શાહી ફેંકતા હોબાળો મચ્યો હતો.
Published at : 04 Feb 2017 01:24 PM (IST)
View More























