શોધખોળ કરો

Surat News: સુરતના કાપોદ્રામાં એસટી બસમાં લાગી આગ, તમામ 51 મુસાફરોનો આબાદ બચાવ 

Surat News:  સુરતમાં એસટી બસમાં આગ લાગી હોવાની ઘટના બની હતી. મળતી જાણકારી અનુસાર, શહેરના કાપોદ્રામાં મુસાફરો ભરેલી ST બસ સળગી હતી.

Surat News:  સુરતમાં એસટી બસમાં આગ લાગી હોવાની ઘટના બની હતી. મળતી જાણકારી અનુસાર, શહેરના કાપોદ્રામાં મુસાફરો ભરેલી ST બસ સળગી હતી. વરાછા-કાપોદ્રા વિસ્તારમાં રાત્રી દરમિયાન મેઈન રોડ પર અચાનક એસટી બસમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો  હતો. બસ કાપોદ્રા મેઈન રોડ પર પહોંચી ત્યારે
ડ્રાઈવર સાઈડમાંથી અચાનક ધૂમાડો નીકળવા લાગ્યો હતો. સમયનો વેડફાટ કર્યા વગર ડ્રાઈવરે તરત બસ રસ્તાની વચ્ચે જ ઉભી રાખી દીધી હતી અને અંદર સવાર તમામ 51 મુસાફરોને તાત્કાલિક નીચે ઉતારી દીધા હતા. મુસાફરો નીચે ઉતર્યાની ગણતરીની સેકન્ડમાં જ આખી બસ આગની ઝપેટમાં આવી ગઈ હતી. ટ્રાફિક વધુ હોવાના કારણે ફાયરની ગાડીને પણ સ્થળ પર પહોંચવામાં તકલીફ થઈ હતી. અંતે અડધા કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘટનાની જાણ થતા જ કાપોદ્રા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ટ્રાફિક હળવો કરીને પરિસ્થિતિ થાળે પાડી હતી.

કાપોદ્રાના જલારામ ફર્નિચર પાસે બનેલી આ ઘટનામાં ડ્રાઈવરની સમયસૂચકતાને કારણે તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. આગ એટલી વિકરાળ હતી કે ગણતરીની મિનિટોમાં જ આખી બસ બળીને ખાખ થઈ ગઈ હતી. સુરતથી તરસાડી જઈ રહેલી આ બસ જ્યારે કાપોદ્રા મેઈન રોડ પર પહોંચી ત્યારે ડ્રાઈવર સાઈડમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો હતો. ડ્રાઈવરે સમય વેડફ્યા વગર બસ રસ્તાની વચ્ચે જ ઊભી રાખી દીધી હતી. અંદર સવાર 51 મુસાફરો કંઈ સમજે તે પહેલા ડ્રાઈવરે તમામને તાત્કાલિક નીચે ઉતરી જવા જણાવ્યું હતું. મુસાફરો નીચે ઉતર્યાના થોડી જ સેકન્ડોમાં આખી બસ સળગી ગઈ હતી. 

જ્યાં બસ સળગી રહી હતી તેની નજીક જ પેટ્રોલ પંપ આવેલો હતો. પેટ્રોલ પંપ પર વાહનોની ભારે ભીડ હોવાથી અને રોડ પર ટ્રાફિક જામ હોવાથી ફાયર બ્રિગેડને ઘટનાસ્થળ પર આવવામાં સમય લાગ્યો હતો. ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી ત્યારે ખૂબ ટ્રાફિક હતો. પેટ્રોલ પંપ પર વાહનોની ભારે ભીડ હોવાથી અને રોડ પર ટ્રાફિક જામ હોવાથી મોટી દુર્ઘટનાનો ભય સર્જાયો હતો. નજીકમાં જ કાપોદ્રા ફાયર સ્ટેશન આવેલું હોવા છતાં રસ્તા પર વાહનોની લાંબી કતારોને કારણે ફાયરના જવાનોને પહોંચવામાં મુશ્કેલી પડી હતી.  અંતે અડધા કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.  ઘટનાની જાણ થતા જ કાપોદ્રા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ટ્રાફિક હળવો કરીને પરિસ્થિતિ થાળે પાડી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
તબીબનો આપઘાત: ડ્યુટી પર ન પહોંચતા સહકર્મીઓએ કરી તપાસ તો દરવાજો તોડતા જ મળ્યો મૃતદેહ
તબીબનો આપઘાત: ડ્યુટી પર ન પહોંચતા સહકર્મીઓએ કરી તપાસ તો દરવાજો તોડતા જ મળ્યો મૃતદેહ

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Embed widget