શોધખોળ કરો
દિશીત મર્ડર કેસઃ વાસનાંધ સુકેતુએ વેલ્સીની માસૂમ દીકરી સામે જ કરી હતી દિશીતની હત્યા
1/3

પોલીસે ઉભરાટ મોદી રીસોર્ટમાં પણ તપાસ કરી હતી. જ્યાંથી પોલીસે ધીરેન્દ્રને સાથે રાખીને દિશીતના લોહીવાળા કપડા શોધી કાઢ્યા હતા. ધીરેન્દ્રએ સુકેતુના કપડા રૂમમાં છૂપાવ્યા હતા. પોલીસે આ કપડા પણ કબ્જે લીધા છે. પોલીસ તપાસમાં ધીરેન્દ્રએ કબૂલ્યું છે કે, દિશીતની હત્યા પછી ધીરેન્દ્ર સુકેતુને તેના ઘરે મુકવા ગયો હતો. આ પછી તે મોદી રીસોર્ટ પરત ફર્યો હતો.
2/3

સુરતઃ સુરતના ચકચારી દિશીત હત્યા કેસમાં ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી છે. ગત 27 જૂને રાત્રે સુકેતુ મોદી અને ધીરેન્દ્રસિંહ ચૌધરીએ સાથે મળીને ઠંડા કલેજે દિશીત જરીવાલાની હત્યા કરી નાંખી હતી. આ હત્યા કરવામાં આવી ત્યારે વેલ્સી તો સામે હતી જ, પરંતુ આ નરાધમોએ હત્યા કરી ત્યારે વેલ્સીની માસૂમ દીકરી ફિયોના પણ ત્યાં જ હતી. માસૂમ બાળકીને નજર સામે જ તેમણે ક્રુરતા પૂર્વક દિશીતની હત્યા કરી નાંખી. આગળ વાંચો હત્યા પછી શું થયું.
Published at : 27 Sep 2016 10:28 AM (IST)
Tags :
Surat Murder CaseView More





















