શોધખોળ કરો
સુરતઃ ફિયાન્સનું એક્સિડેન્ટમાં મોત થતાં આઘાતમાં યુવતીએ ખાધા ગળેફાંસો
1/3

ડુમસ નાગેશ્વર સ્ટ્રેટ ખાતે રહેતી કિંજલ પટેલ(ઉ.વ. 21) યુનિવર્સિટીમાં નોકરી કરી હતી. કિંજલ ફિયાન્સ ડુમસ ખાતે ફરીને ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે આ અકસ્માત નડ્યો હતો. જેમાં કિંજલના ફિયાસન્ બાદલનું મોત થયું હતું. જ્યારે કિંજલ ગંભીર રીતે ઘાયલ થઈ હતી. ઘરે આવ્યા પછી ફિયાન્સનું મોત થયાના સમાચાર સાંભળીને કિંજલ આઘાતમાં સરી પડી હતી અને આ જ આઘાતમાં તેણે આજે આપઘાત કરી લીધો હતો.
2/3

કિંજલ અને બાદલ છેલ્લા 10 વર્ષથી પ્રેમમાં હતા. પહેલા બંનેના પરિવારે બંનેના સંબંધને સ્વીકાર્યા નહોતા. જોકે, બંનેની જીદ્દ સામે પરિવારે નમતું જોખતાં સગાઈ થઈ હતી. બાદલનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હોવાની જાણ કિંજલને કરવામાં આવી ન હતી. એક્સિડન્ટમાં કિંજલ પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. હોસ્પિટલમાંથી ઘરે આવ્યા બાદ કિંજલને બાદલના મોતની જાણ થઈ હતી અને તે આઘાતમાં સરી પડી હતી.
Published at : 06 Jan 2017 05:20 PM (IST)
View More























