શોધખોળ કરો
સુરત બાળકી કેસમાં મોટો ખુલાસોઃ આરોપીના બાળકીની માતા સાથે પણ હતા સંબંધ
1/4

સાથે જ એ પણ ખુલાસો થયો હતો કે આરોપી માતા અને તેની પુત્રીને 35 હજારમાં ખરીદીને લાવ્યો હતો. આરોપીએ 10 દિવસ સુધી બળાત્કાર ગુજાર્યો હોવાનો પણ ખુલાસો થયો છે. સાથે એ પણ માહિતી સામે આવી છે કે આરોપીએ બાળકીના ગુપ્તભાગો પર ઈજા પહોંચાડી હતી.. આરોપીએ બાળકીને બંધક બનાવી ઢોર માર્યો હતો. સમગ્ર ઘટનાના મુખ્ય આરોપી હર્ષ સાંઈની અમદાવાદ ક્રાઈમ બ્રાંચે રેલવે ટિકિટના આધારે ઝડપી પાડ્યો હતો.
2/4

સુરત: સુરતના ચકચારી બાળકી પર બળાત્કાર અને બાદમાં હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ પૂછપરછમાં આરોપી હર્ષ સાંઇએ કબૂલાત કરી હતી કે તેને બાળકની માતા સાથે સંબંધો હતા. હર્ષસાંઇએ કબૂલાત કરી હતી કે બાળકીની હત્યા કરી તેના એક દિવસ અગાઉ તેની માતા સાથે કતરાર થઇ હતી. જેનાથી ગુસ્સે થઇને બીજા દિવસે તેણે પ્રથમ બાળકીની હાજરીમાં તેની માતાની હત્યા કરી હતી અને બાદમાં બાળકીનું ગળુ દબાવીને હત્યા કરી હતી.
Published at : 21 Apr 2018 12:05 PM (IST)
View More





















