સુરત: સુરત શહેરમાં નવજાત બાળકના નામે જન્મના ત્રણ કલાકમાંજ અનોખો રેકોર્ડ સર્જાયો છે. આ નવજાત બાળક સૌથી નાની વયનો પાસપોર્ટ ધારક બની ગયો છે. સુરતના પૂણાપાટિયા વિસ્તારમાં રહેતા મનિષ કાપડીયા અને તેમની પત્ની નીતા કાપડીયાને ત્યાં બુધવારે બપોરે 11.42 વાગ્યે પુત્રનો જન્મ થયો હતો.
2/4
આઇટી સોફ્ટવેર કંપની સાથે જોડાયેલા મનીષ કાપડીયા અને તેમના પરિવારજનોને એક દિવસ પહેલા જ પાસપોર્ટને લઇને ટુચકો સૂઝયો હતો. અને તેમાં પુત્ર અને પુત્રીના નામ નિર્ધારીત કરી રાખ્યા હતા. જેના આધારે પુત્રના જન્મ બાદ અડધો કલાકમાં જન્મનો દાખલો અને ત્રણ કલાકમાં પાસપોર્ટ તૈયાર કરી દેવાયો હતો.
3/4
જન્મના ગણતરીના કલાકમાં જ પુત્ર ઋગ્વેદનો પાસપોર્ટ તૈયાર કરીને અનેરો રેકોર્ડ સર્જવામાં આવ્યો હતો.ભારતમાં સૌથી નાની વયે પાસપોર્ટ ધરાવાનો સંભવત આ પ્રથમ કિસ્સો હશે.
4/4
ઋગ્વેદના જન્મ બાદ 12.15 વાગ્યા સુધીમાં સુરત મહાનગરપાલિકામાંથી તેનો જન્મનો દાખલો કાઢી લેવાયો હતો. જ્યારે 12.20 વાગ્યે ઋગ્વેદનું પાસપોર્ટ માટેનું ફોર્મ ભર્યા બાદ બપોરે 2.30 કલાકે સુરત પાસપોર્ટ ઓફિસર અંજનીકુમાર પાંડેના હસ્તે ઋગ્વેદના પિતા મનિષ કાપડીયાને તેનો પાસપોર્ટ આપી દેવાયો હતો. સૌની નાને વયે પાસપોર્ટ ધારક બન્યા બાદ હવે લિમ્કા બુક ઓફ રેકોર્ડ અને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં દાવેદારી કરશે.