iPhoneથી પણ મોંઘા આ ફોનને માત્ર 21 હજારમાં બનાવો પોતાનો, ફિચર્સ છે ટૉપ ક્લાસ
અમેઝૉન પર 38%ના ડિસ્કાઉન્ટ બાદ Xiaomi 12 Pro 5Gના 8GB રેમ અને 256GB ઇન્ટરનલ સ્ટૉરેજ વાળા વેરિએન્ટને 52,999 રૂપિયામાં વેચવા માટે લિસ્ટ કરવામાં આવ્યો છે
Xiaomi 12 Pro 5G Price: પ્રીમિયમ ફિચર્સની સાથે આવનારા સ્માર્ટફોન જો બજેટ રેન્જની અંદર મળી જાય, તો આવી કોઇપણ ડીલ મિસ ના કરવી જોઇએ. આજે અમે તમને એક એવી જ ડીલ બતાવી રહ્યાં છીએ, જે અંતર્ગત તમે Xiaomi 12 Pro 5G સ્માર્ટફોનને માત્ર 21,000 રૂપિયામાં પોતાનો બનાવી શકો છો. ઇ-કોમર્સ વેબસાઇટ અમેઝૉન પર ગ્રાહકોને અલગ અલગ ઓફર કરવામાં આવી રહી છે, જે પછી ફોનની કિંમત એટલી ઓછી થઇ ગઇ છે. આમ પણ આ મોબાઇલ ફોનની કિંમત 84,999 રૂપિયા લિસ્ટ કરવામાં આવી છે.
અમેઝૉન પર 38%ના ડિસ્કાઉન્ટ બાદ Xiaomi 12 Pro 5Gના 8GB રેમ અને 256GB ઇન્ટરનલ સ્ટૉરેજ વાળા વેરિએન્ટને 52,999 રૂપિયામાં વેચવા માટે લિસ્ટ કરવામાં આવ્યો છે, આ ઉપરાંત મોબાઇલ ફોન પર વધારાનુ 3,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ એચડીએફસી બેન્કના ક્રેડિટ અને ડેબિટ કાર્ડ પર આપવામાં આવી રહ્યું છે. જો તમે જુનો ફોન એક્સચેન્જ કરીને આ મોબાઇલ ફોનને ખરીદો છો, તો 28,000 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ હાંસલ કરી શકો છો. જોકે, આ માટે તમારો જુનો ફોન સારી કન્ડિશનમાં હોવો જોઇએ. જો તમને બધી ઓફર્સનો લાભ મળે છે, તો તમે માત્ર 21,000 રૂપિયામાં Xiaomi 12 Pro 5Gને ખરીદી શકો છો.
ગજબના છે ફિચર -
Xiaomi 12 Pro 5Gના ફિચર્સની વાત કરીએ તો આમાં ત્રિપલ કેમેરા સેટઅપ મળે છે, જેમાં 50 મેગપાકિસ્લના 3 કેમરા છે, મોબાઇલ ફોન 6.73 ઇંચની એમૉલેડ ડિસ્પ્લે અને 120hz ના રિફ્રેશ રેટની સાથે આવે છે. સ્ક્રીનની પ્રૉટેક્શન માટે આમાં કૉર્નિંગ ગોરિલ્લા ગ્લાસ વિક્ટસનું પ્રૉટેક્શન આપવામાં આવ્યુ છે. મોબાઇલ ફોનમાં 4600 એમએએચની બેટરી આપવામાં આવી છે, જે 120 વૉટના ફાસ્ટ ચાર્જિંગનો સપોર્ટ કરે છે. કંપની તરફથી એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ સ્માર્ટફોન માત્ર 18 મિનીટમાં ફૂલ ચાર્જ થઇ જાય છે. સ્માર્ટફોનમાં ક્વાલકૉમ સ્નેપડ્રેગન 8 જનરેશન 1 ચિપસેટનો સપોર્ટ આપવામાં આવ્યો છે. કુલ મળીને જો તમે આ ઓફરનો લાભ સમય રહેતા ઉઠાવી લો છો, તો આ એક શાનદાર ડીલ છે.
Koo Updates: કૂએ લૉન્ચ કર્યા ખાસ સેફ્ટી ફિચર્સ, હવે યૂઝર્સ નહીં અપલૉડ કરી શકે આ પ્રકારની કન્ટેન્ટ
Koo Launches content moderation feature: સોશ્યલ મીડિયા પર વધી રહેલા યૌન શોષણ અને ન્યૂડિટી સાથે જોડાયેલા કન્ટેન્ટને લઇને માઇક્રોબ્લૉગિંગ સાઇટ કૂ એપે કેટલાક ફિચર્સને લૉન્ચ કર્યા છે. કંપની તરફથી એક્ટિવ કન્ટેન્ટ મૉડરેશન ફિચર્સને કોઇપણ પ્રકારની ન્યડિટી અને બાળ યૌન શોષણ વાળી કન્ટેન્ટને હટાવવા માટે શરૂ કરવામાં આવ્યુ છે. કંપનીનો દાવો છે કે, આ ફિચર્સ દ્વારા વેબસાઇટ પર અપલૉડ થયેલી એવી કન્ટેન્ટને 5 સેકન્ડમાં જ હટાવી દેવામાં આવશે. આ યૂઝર્સ દ્વારા માત્ર આ પ્રકારની કન્ટેન્ટ જ ચિન્હિત કરવામાં આવે, એવું નથી પરંતુ આમાં એકાઉન્ટ બ્લૉક, કન્ટેન્ટ અને કૉમેન્ટ ડિલીટ વગેરે પણ સામેલ છે.
ખરેખરમાં, કૂ તરફથી બાળ યૌન દૂર્વ્યવહાર સાથે જોડાયેલી કન્ટેન્ટ, અભદ્ર ભાષા, ખોટી સૂચના, નકલી જાણકારી, નકીલ પ્રૉફાઇલ પર નિયંત્રણ કરવા માટે ખાસ ફિચર પર કામ કરવામાં આવી રહ્યું છે. સાથે જ કૂ તરફથી વેબસાઇટ પર શેર થઇ રહેલી કોઇપણ પ્રકારની કન્ટેન્ટને ડિલીટ કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે, જેથી યૂઝર્સને બેસ્ટ એક્સપીરિયન્સ પ્રૉવાઇડ કરાવવામાં આવી શકે.
ફિચર્સમાં શું છે ખાસ ?
ખરેખરમાં, કૂ તરફથી 'નૉ ન્યૂડિટી એલ્ગૉરિધમ’ બનાવવામાં આવ્યું છે, જેનાથી વેબસાઇટ પર જેવી કોઇ ન્યૂડિટી વાળી કન્ટેન્ટ શેર થાય છે, તો આ ફિચર્સ એવી કન્ટેન્ટ અપલૉડ નથી થવા દેતું, અને તેને સર્ક્યૂલેટ થતા રોકે છે. આ આખી પ્રૉસેસમાં 5 સેકન્ડથી પણ ઓછો સમય લાગે છે. નવા ફિચર અંતર્ગત જો વેબસાઇટ પર કોઇપણ યૂઝર્સ તરફથી અભદ્ર ભાષાનો પ્રયોગ કરવામાં આવે છે, તો 10 સેકન્ડથી ઓછા સમયમાં આની જાણ થઇ જાય છે, અને સર્ક્યૂલેટ થતા રોકી દેવામાં આવે છે. આની સાથે જ હિંસા, મેચ થતી પ્રૉફાઇલ, ફેક પ્રૉફાઇલ બનાવનારા યૂઝર્સનો પણ ખાસ ખ્યાલ આ ફિચરથી રાખવામાં આવે છે, અને જો કોઇ આવું કરે છે, તો થોડીક જ સેકન્ડોમાં આની જાણકારી મળી જાય છે. વળી, આ ફિચર્સ ફેક કન્ટેન્ટને સર્ક્યૂલેટ થતા બચાવવા પર પણ કામ કરે છે. જેથી ખોટી માહિતી વાયરલ ના થાય.