શોધખોળ કરો
Advertisement
સેનાએ તૈયાર કરી પોતાની મેસેજિંગ એપ ‘સાઈ’, હવે વોટ્સએપની જગ્યાએ સ્વદેશી એપનો કરશે ઉપયોગ
સેનાએ ગુરુવારે નિવેદન જાહેર કરીને કહ્યું કે, આત્મનિર્ભર ભારતની દિશામાં કામ કરતા એક ખૂબજ સરળ અને સુરક્ષિત મેસેજિંગ એપલીકેશન, સાઈ એટલે કે સિક્યોર એપ્લીકેશન ફોર ઈન્ટરનેટ તૈયાર કરવામાં આવી છે.
નવી દિલ્હી: સિક્યોર મેસેજિંગ માટે ભારતીય સેનાએ હવે પોતાની સ્વદેશી એપ 'સાઈ' ડેવલપ કરી છે. આ એપને સેનાના જ એક કર્નલે તૈયાર કરી લીધી છે અને તે વોટ્સએપ, ટેલીગ્રામની જેમ જ કામ કરે છે. સેનાએ આ એપનું આઈપીઆર પોતાના નામે કરવાની તૈયારી કરી લીધી છે. અત્યાર સુધી સેનામાં મોબાઈલ પર મેસેજ કરવા માટે વોટ્સએપનો ઉપયોગ કરવામાં આવે છે.
સેનાએ ગુરુવારે નિવેદન જાહેર કરીને કહ્યું કે, આત્મનિર્ભર ભારતની દિશામાં કામ કરતા એક ખૂબજ સરળ અને સુરક્ષિત મેસેજિંગ એપલીકેશન, સાઈ એટલે કે સિક્યોર એપ્લીકેશન ફોર ઈન્ટરનેટ તૈયાર કરવામાં આવી છે. આ એપ્લીકેશનથી ઈન્ટરનેટના માધ્યમથી સિક્યોર વોઈસ, ટેક્સ્ટ અને વીડિયો કોલિંગ કરી શકાય છે. સેનાના પ્રવક્તા, કર્નલ અમન આનંદ અનુસાર, આ એપ્લીકેશન વોટ્સએપ, ટેલીગ્રામ, સંવાદ અને જીમ્સ જેવી જ છે એને એન્ડ ટૂ એન્ડ ઈન્ક્રીપ્શન મેસેજિંગ પ્રોટોકોલનો ઉપયોગ કરે છે.
સેના અનુસાર, આ એપને દેશની સર્વોચ્ચ સાઈબર એજન્સી, સર્ટ-ઈન અને આર્મી સાઈબર ગ્રુપે ઉપયોગ માટે લીલી ઝંડી આપી દીધી છે. સેનાએ તેના ઈન્ટેલેક્ચુએલ પ્રોપર્ટી રાઈડ્સ માટેની પ્રક્રિયા શરુ કરી દીધી છે. હાલમાં આ એપ્લીકેશન એન્ડ્રોઈડ ફોન માટે છે. જલ્દી જ આઈફોન માટે પણ ઉપલબ્ધ થશે. બુધવારે ખુદ રક્ષામંત્રી રાજનાથ સિંહે આર્મી કમાન્ડર્સ ક્રોન્ફ્રેન્સમાં આ એપ્લીકેશનને તૈયાર કરનાર કર્નલને શુભકાનાઓ પાઠવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion