6G Race: દુનિયામાં 2028 સુધી આ દેશ કરી દેશે 6Gની શરૂઆત, જાણો ભારતમાં ક્યારે મળશે આ નેટવર્ક
આ બધાની વચ્ચે સાઉથ કોરિયાની સરકારે આ વાતની જાહેરાત કરી છે કે, તે સેલ્યૂલર ટેકનોલૉજી 6th જનરેશન એટલે કે 6G નેટવર્કને 2028 સુધી દેશમાં લૉન્ચ કરી દેશે.
6G in India: દેશમાં હાલમાં 2 જ એવી ટેલિકૉમ ઓપરેટર છે જે 5G સર્વિસ ગ્રાહકોને ઓફર કરી રહી છે. આમાં રિલાયન્સ અને ભારતીય એરટેલ સામેલ છે. ભારતમાં જ્યાં હજુ 5G નેટવર્કનો વિસ્તાર ચાલી રહ્યો છે, તો વળી બીજીબાજુ વિદેશોમાં 6G નેટવર્ક પર કામ શરૂ થઇ ચૂક્યુ છે.
આ બધાની વચ્ચે સાઉથ કોરિયાની સરકારે આ વાતની જાહેરાત કરી છે કે, તે સેલ્યૂલર ટેકનોલૉજી 6th જનરેશન એટલે કે 6G નેટવર્કને 2028 સુધી દેશમાં લૉન્ચ કરી દેશે. કોરિયન મિનિસ્ટ્રીએ ગયા સોમવારે બતાવ્યુ કે, સરકારે લૉકલ કંપનીઓ પાસેથી 6G માં યૂઝ થનારા મટેરિયલને બનાવવાનું કહી દીધુ છે, જેથી નક્કી સમય પર નવું નેટવર્ક લૉન્ચ થઇ શકે, અને તેને દુનિયાભરમાં આવુ કરનારો પહેલો દેશે બની જશે. આ પ્રૉજેક્ટ લગભગ 625.3 બિલિયન વૉન (લગભગ 3,978 કરોડ) રૂપિયાનો છે.
ભારતમાં ક્યારે મળશે 6G નેટવર્ક -
અન્ય દેશોની જેમ ભારતમાં પણ 6G ટેકનોલૉજીમાં સૌથી આગળ રહેવા માંગે છે. વડાપ્રધાન મોદીએ વાત કહી ચૂક્યા છે કે, એક ટાસ્ક ફૉર્સ 6G માટે ગઠીત છે, જે આ દિશામાં કામ કરી રહી છે. તેમને કહ્યું કે, આ દાયકાના અંત સુધી દેશમાં 6G નેટવર્ક લૉન્ચ કરવામાં આવશે. વળી, ટેલિકૉમ મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવ એ વાત કહી ચૂક્યા છે કે, ભારત 6G નેટવર્કના મામલામાં સૌથી આગળ હશે. એટલે કે કુલ મળીને આ દાયકાના અંત પહેલા દેશમાં 6G નેટવર્ક મળી શકે છે.
1G નેટવર્ક આ વર્ષે થયુ હતુ લૉન્ચ -
1Gની શરૂઆત 1980 વર્ષમાં થઇ હતી, ત્યારે 1G નેટવર્કના માધ્યમથી લોકો માત્ર વૉઇસ કૉલ જ કરી શકતા હતા. પછી 1990 માં સેકન્ડ જનરેશન નેટવર્ક 2G ની શરૂઆત થઇ. આ જ રીતે 2000 માં 3G આવ્યુ, 3G નેટવર્ક આવવાથી લોકોએ પહેલીવાર ડેટાનો ઉપયોગ કર્યો. ધીમે ધીમે પછી 4G નેટવર્ક આવ્યુ જેમાં લોકોને સારી ઇન્ટરનેટ સ્પીડ મળી અને હવે 5G નો વિસ્તાર થઇ રહ્યો છે. ટેલિકૉમ કંપનીઓનું કહેવુ છે કે, 4G ની સરખામણીમાં 5G નેટવર્કમાં લોકોને સારી ઇન્ટરનેટ સ્પીડ અને બેસ્ટ કૉલિંગ એક્સપીરિયન્સ મળે છે. હાલમાં જિઓની 5G સર્વિસ દેશના 200 થી વધુ શહેરોમાં લાઇવ થઇ ચૂકી છે. વળી, એરટેલ પણ 50 થી વધુ શહેરોને કવર કરી ચૂક્યુ છે. ઉલ્લેખનીય છે કે, રિલાયન્સ જિઓનું 5G નેટવર્ક 4G પર ડિપેન્ડેન્ટ નથી, અને કંપનીને આને Standalone 5G (SA 5G)નું નામ આપ્યુ છે.