1000GB ડેટા સાથે મળી રહ્યું છે ફ્રી OTT સબ્સક્રિપ્શન, આ કંપનીના પ્લાનની મચી ધૂમ
BSNL Broadband Plan: આ બ્રૉડબેન્ડ પ્લાનમાં BSNL 100Mbpsની હાઇ સ્પીડ પર દર મહિને 1000GB ડેટા પ્રદાન કરે છે. એટલે કે દરરોજ અંદાજે 33GB ડેટા
BSNL Broadband Plan: સરકારી ટેલિકૉમ કંપની BSNL તેના ગ્રાહકો માટે ઘણા શાનદાર પ્લાન ઓફર કરે છે. આ પ્લાન્સમાં તમને હાઇ સ્પીડની સાથે પુષ્કળ ડેટા, અનલિમીટેડ કૉલિંગ અને અન્ય લાભો મળે છે. ખાસ વાત એ છે કે આટલા બધા ફાયદાઓ માટે તમારે તમારા ખિસ્સા પર વધારે બોજ નથી નાખવો પડશે. તમે આ બધું પોસાય તેવા ભાવે મેળવી શકો છો. આજે અમે આવા જ એક પ્લાન વિશે વાત કરીશું, જેમાં તમને ડેટા, કૉલિંગ અને OTT એપ્સના ફાયદા મળે છે.
BSNL Fiber Value OTT Broadband Plan -
આ બ્રૉડબેન્ડ પ્લાનમાં BSNL 100Mbpsની હાઇ સ્પીડ પર દર મહિને 1000GB ડેટા પ્રદાન કરે છે. એટલે કે દરરોજ અંદાજે 33GB ડેટા. જો તમે એક મહિનામાં આટલો બધો ડેટા વાપરો તો પણ ચિંતા કરવાની જરૂર નથી. આ મર્યાદા વટાવ્યા પછી પણ 5Mbpsની સ્પીડથી ઈન્ટરનેટ એક્સેસ કરી શકાય છે. આ પ્લાનમાં ડેટાની સાથે અનલિમિટેડ ફ્રી કૉલિંગનો પણ ફાયદો છે.
આ OTT એપ્સનું મળશે સબ્સક્રિપ્શન
ડેટા અને કૉલિંગ ઉપરાંત BSNL આ પ્લાનમાં Disney + Hotstar, SonyLIV, ZEE5 પ્રીમિયમ અને YuppTVનું ફ્રી સબસ્ક્રિપ્શન આપી રહ્યું છે, એટલે કે આ પ્લેટફોર્મ્સ પર કન્ટેન્ટ જોવા માટે વધારાના પૈસા ખર્ચવાની જરૂર રહેશે નહીં. આ પ્લાનમાં તમને OTT કન્ટેન્ટ અને તેને જોવા માટે પુષ્કળ ડેટા મળે છે. તેનો અર્થ એ છે કે કન્ટેન્ટ જોતી વખતે ન તો કન્ટેન્ટ વિશે ચિંતા કરવી અને ન તો ડેટા ખતમ થવાની ચિંતા. આ શાનદાર પ્લાનની કિંમત માત્ર 799 રૂપિયા છે. આ તમામ લાભો દર મહિને 799 રૂપિયા ચૂકવીને મેળવી શકાય છે.
સસ્તો પ્લાન પણ ઓફર કરે છે BSNL
જો તમે BSNL નો સસ્તો પ્લાન લેવા માંગતા હોવ તો ફાઈબર એન્ટ્રી બ્રૉડબેન્ડ પ્લાન સારો વિકલ્પ છે. આમાં 20Mbpsની સ્પીડ સાથે દર મહિને 1000GB ડેટા મળે છે. આમાં તમને અનલિમિટેડ ડેટા ડાઉનલૉડ અને ફ્રી વૉઈસ કૉલિંગની સુવિધા પણ મળશે. આ પ્લાનની કિંમત 329 રૂપિયા છે.
આ પણ વાંચો
Launched: લૉન્ચ થયો Poco નો સસ્તો પણ ધાંસૂ સ્માર્ટફોન, જાણો ફિચર્સ અને કિંમત