(Source: ECI/ABP News/ABP Majha)
IPL માં ઋષભ પંતની મુશ્કેલીઓ વધી, આખી સિઝનમાંથી બહાર થઇ શકે છે ટીમનો આ મેચ વિનર
દિલ્હી કેપિટલ્સનો ઓલરાઉન્ડર મિચેલ માર્શ હેમસ્ટ્રિંગની ઈજાથી પીડાઈ રહ્યો છે. આ કારણે તે ટીમ માટે માથાનો દુખાવો સાબિત થઈ શકે છે
Delhi Capitals: IPL 2024 ની રોમાંચ ચાલુ છે, પરંતુ આ સિઝન અત્યાર સુધી દિલ્હી કેપિટલ્સ માટે સારી રહી નથી. ટીમ 4 મેચ હાર્યા બાદ પોઈન્ટ ટેબલમાં તળિયે છે. હવે ટીમ માટે વધુ એક ખરાબ સમાચાર આવ્યા છે. ટીમનો એક મેચ વિનર ખેલાડી હેમસ્ટ્રિંગની ઈજાથી પીડાઈ રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ખેલાડી આખી IPL 2024માંથી બહાર થઈ શકે છે.
કોણ છે મેચ વિનર ખેલાડી ?
દિલ્હી કેપિટલ્સનો ઓલરાઉન્ડર મિચેલ માર્શ હેમસ્ટ્રિંગની ઈજાથી પીડાઈ રહ્યો છે. આ કારણે તે ટીમ માટે માથાનો દુખાવો સાબિત થઈ શકે છે, કારણ કે એવું કહેવામાં આવી રહ્યું છે કે તે ઓછામાં ઓછા એક અઠવાડિયા સુધી રમી શકશે નહીં અથવા તો તે આખી સિઝનમાંથી બહાર પણ થઈ શકે છે. માર્શની ઈજા અંગે અપડેટ આપતા, દિલ્હી કેપિટલ્સના સહાયક કોચ પ્રવીણ આમરેએ કહ્યું, "તે સ્કેન માટે ગયો છે અને ફિઝિયો અમને એક અઠવાડિયામાં રિપોર્ટ આપશે. પછી અમને ખબર પડશે કે ચોક્કસ સ્થિતિ શું છે. તે આખી સિઝન રમી શકે છે. અથવા ના, તે રિપોર્ટ પર આધાર રાખે છે."
આ સિઝનમાં મિશેલ માર્શનું પ્રદર્શન કેવું રહ્યું ?
મિશેલ માર્શે આ સિઝનમાં અત્યાર સુધી 4 મેચ રમી છે અને તેનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. 20, 23, 18 અને 0ના સ્કોર સાથે ટીમમાં તેનું સ્થાન જોખમમાં હતું. આ ઉપરાંત, ઈજાએ તેની સમસ્યાઓમાં વધુ વધારો કર્યો છે.
મેચ : 4
રન : 71
એવરેજ : 17.75
હાઇએસ્ટ સ્કૉર : 23
ફિફ્ટી : 0
વિકેટ : 2
મિશેલ માર્શની આઇપીએલ કેરિયર -
વર્ષ : 2010 થી
મેચ : 42
રન : 666
એવરેજ : 19.59
ફિફ્ટી : 3
વિકેટ : 37
દિલ્હી કેપિટલ્સનું અત્યાર સુધીનું પ્રદર્શન
દિલ્હી કેપિટલ્સે આ સિઝનમાં અત્યાર સુધીમાં પાંચ મેચ રમી છે. જેમાંથી ટીમ માત્ર એક મેચ જીતી શકી છે. ચાર મેચ હાર્યા બાદ ટીમ બે પોઈન્ટ સાથે 10માં નંબર પર છે. ડીસીનો નેટ રન રેટ -1.370 છે. માર્શની ઈજાથી દિલ્હી કેપિટલ્સના પ્રદર્શન પર કેટલી અસર થાય છે તે જોવું રસપ્રદ રહેશે. શું ટીમ આ મુશ્કેલ તબક્કાને પાર કરી શકશે કે પછી તેની સીઝન ખરાબ રહેશે?