Elon Musk સામે ફાઇટ કરવા તૈયાર થયા માર્ક ઝકરબર્ગ, બોલ્યા- મને લૉકેશન બતાવો......
હકીકતમાં, આ સમગ્ર મામલો ટ્વીટર ઓફ મેટા જેવી એપ લાવવાને લઇને ગરમાયો છે. માર્ક ઝકરબર્ગ ટ્વીટરના હરીફને લાવવા માંગે છે અને તેના પર કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે
Elon Musk and Mark Zuckerberg Fight: દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્ક મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગ સામે ફાઇટ કરવા માંગે છે. તેમને માર્ક ઝકરબર્ગને કેઝ મેચ માટે પડકાર ફેંક્યો છે, અને હવે માર્ક ઝકરબર્ગે આ ચેલેન્જ સ્વીકારી લીધી છે અને તે મેચ માટે તૈયાર છે. તેને મસ્કને એક દિવસ પહેલા પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી એક સ્ટૉરી શેર કરીને લૉકેશન મોકલવા કહ્યું છે. જેના જવાબમાં મસ્કે ટ્વીટ કરીને તેમને લૉકેશન બતાવ્યુ છે.
કેમ થઇ રહી છે મારામારી ?
હકીકતમાં, આ સમગ્ર મામલો ટ્વીટર ઓફ મેટા જેવી એપ લાવવાને લઇને ગરમાયો છે. માર્ક ઝકરબર્ગ ટ્વીટરના હરીફને લાવવા માંગે છે અને તેના પર કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. આ માટે ટ્વીટરના માલિક મસ્કે મેટાના સીઈઓને ઓનલાઈન કેઝ ફાઈટ માટે પડકાર ફેંક્યો હતો, જેને હવે માર્કે ઝકબર્ગે સ્વીકારી લીધો છે. ટ્વીટર પર મસ્ક માર્કને અલગ-અલગ રીતે નિશાન બનાવી રહ્યા છે. ટ્વીટમાં તેમને લખ્યું, "Zuck my 👅 લખ્યુ હતુ.
I’m up for a cage match if he is lol
— Elon Musk (@elonmusk) June 21, 2023
મેટાના સીઇઓને લડાઇમાં મળી ચૂક્યા છે મેડલ -
ઉલ્લેખનીય છે કે, Metaના CEOને સ્પૉર્ટ્સ પસંદ છે અને તેઓ સ્પૉર્ટ્સ રમતા રહે છે. માર્ક ઝકરબર્ગને લાંબા સમયથી ફાઇટ કરવાનો ખાસ્સો એવો અનુભવ છે. તેમને સપ્ટેમ્બર 2021માં UFC (અલ્ટિમેટ ફાઇટીંગ ચેમ્પિયનશીપ)માં ડેબ્યૂ કરતા પહેલા તેના એક ટ્રેઇની પાર્ટનર ખાઈ વુ સાથે લડાઈ કરી હતી, જેને "ધ શેડૉ" તરીકે પણ ઓળખવામાં આવે છે અને આને વીડિયો સોશ્યલ મીડિયા પર શેર પણ કર્યો હતો. માર્કે ગયા વર્ષે મે મહિનામાં યોજાયેલી જીયુ-જિત્સુ ટૂર્નામેન્ટમાં પણ મેડલ જીત્યો હતો. તેમને GI અને No Jiu-Jitsu બંનેમાં વ્હાઇટ બેલ્ટ માસ્ટર 2 લાઇટવેઇટ ડિવિઝનમાં ભાગ લીધો હતો.
Vegas Octagon
— Elon Musk (@elonmusk) June 22, 2023
મસ્ક પણ નથી કમ -
એલન મસ્કે એક પૉડકાસ્ટ દરમિયાન આ માહિતી શેર કરી હતી કે જ્યારે તે નાનો હતો ત્યારે તેને ક્યૉકુશિન કરાટે, તાઈકવૉન્ડો, જુડો અને "બ્રાઝિલિયન જીયુ-જિત્સુ" શીખવવામાં આવતું હતું. મતલબ કે મસ્ક લડાઈની યુક્તિઓ પણ જાણે છે.