iPhone 15 ની કિંમત ઘટી, માત્ર 14 હજાર રૂપિયામાં ખરીદવાનો મોકો, આ રીતે કરો ડીલ
iPhone 15: Apple iPhone 15ના 128GB વેરિઅન્ટની કિંમત ફ્લિપકાર્ટ પર 71999 રૂપિયા છે. જો કે, આ ફોન 79900 રૂપિયાની કિંમતે લૉન્ચ કરવામાં આવ્યો હતો

Flipkart Deal on iPhone 15: ફ્લિપકાર્ટ પર યૂઝર્સને સમયાંતરે જુદાજુદા પ્રકારની ડીલ્સ મળતી રહે છે. ઈ-કૉમર્સ એપ પર આવી જ એક ડીલનો આજે છેલ્લો દિવસ છે, જેમાં અનેક બ્રાન્ડ્સના ફોન પર ઓફર ઉપલબ્ધ છે. આ લિસ્ટમાં iPhoneનું નામ પણ સામેલ છે. Appleના આ લેટેસ્ટ લૉન્ચ iPhone 15ની કિંમત પહેલા 79900 રૂપિયા હતી. પરંતુ અત્યારે આ ફોન ફ્લિપકાર્ટ પર 71999 રૂપિયામાં ઉપલબ્ધ છે. ફ્લિપકાર્ટની નવી ઓફરમાં તમે આ ફોન માત્ર 14 હજાર રૂપિયામાં ખરીદી શકો છો. જો તમે iPhone યૂઝર છો અથવા iPhone ખરીદવા માંગો છો તો આ ડીલ તમારા માટે બેસ્ટ સાબિત થઈ શકે છે. જાણો અહીં શું કરવું પડશે....
Apple iPhone 15ના 128GB વેરિઅન્ટની કિંમત ફ્લિપકાર્ટ પર 71999 રૂપિયા છે. જો કે, આ ફોન 79900 રૂપિયાની કિંમતે લૉન્ચ કરવામાં આવ્યો હતો. હાલમાં ફ્લિપકાર્ટ પર તેના પર 9% નું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. કંપની iPhone 15ની કિંમત પર 53000 રૂપિયા સુધીની એક્સચેન્જ ઓફર આપી રહી છે. વધારાના 3000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ છે, જેના કારણે એક્સચેન્જ ઑફ 56000 રૂપિયા સુધી રહેશે. પરંતુ વધારાના ડિસ્કાઉન્ટ ફક્ત પસંદગીના મોડલ પર જ ઉપલબ્ધ છે.
જાણો કેટલાની છે બેન્ક ડિસ્કાઉન્ટ ઓફર
આ સાથે જ યૂઝર્સને ICICI બેંક ક્રેડિટ કાર્ડ પર 4000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ મુજબ તમે કુલ 60000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો અને આ પછી તેની અંતિમ કિંમત માત્ર 11999 રૂપિયા રહી જાય છે.
આ છે સ્પેશ્યલ ફિચર્સ
ફોન પર તમને 1 વર્ષની અને વધુ એક્સેસરીઝ પર 6 મહિનાની વૉરંટી મળે છે, આ ફોનમાં તમને આમાં Apple તરફથી આવનારી 6.1 ઇંચ XDR Retina ડિસ્પ્લે મળે છે, અને વાત કેમેરાની છે તો આ ફોનમાં 48MP પ્રાઇમરી કેમેરા, 12MP સેકન્ડરી કેમેરા અને ફ્રેન્ટમાં પણ 12MP કેમેરા મળે છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
