Ideas of India 2025: ચૂંટણીમાં કૉંગ્રેસને મળતી હાર પર શું બોલ્યા સચિન પાયલટ
આ સાથે જ ચૂંટણીમાં કોંગ્રેસને મળી રહેલી હાર પર સચિન પાયલટે કહ્યું કે, જો અમે ચૂંટણી નહીં જીતીએ તો શું ઘરે બેસી જઈશું કે પછી સંઘર્ષ કરીશું? રસ્તાઓ પર આવશું.

Sachin Pilot on Ideas of India 2025: કોંગ્રેસના નેતા અને ટોંકના ધારાસભ્ય સચિન પાયલટે કહ્યું કે 'ઈન્દિરા ઈઝ ઈન્ડિયા'ની જેમ 'મોદી ઈઝ ઈન્ડિયા'નો નૈરેટિવ બનાવવામાં આવી રહ્યો છે. આઈડિયાઝ ઓફ ઈન્ડિયા કાર્યક્રમમાં જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે કોંગ્રેસ પાસે શું તેનો કોઈ વિકલ્પ છે? તેમણે કહ્યું, "અમને કોઈ વિકલ્પની જરૂર નથી,"
સચિન પાયલટે કહ્યું, "ભારત એક ખૂબ જ જૂનો કોન્સેપ્ટ છે જેને લોકો સદીઓથી માનતા આવ્યા છે. આજના સંદર્ભમાં આપણો દેશ કેવો હોવો જોઈએ ? આજે આપણે એવા તબક્કે છીએ જ્યાં ભારતની ઓળખ વિશ્વમાં થાય છે અને લોકો પણ આપણી સિદ્ધિઓને ઓળખી રહ્યા છે. આપણો દેશ એવો હોવો જોઈએ કે દુનિયાને લાગે કે 140 કરોડનો દેશ, દુનિયાને શું આપી રહ્યો છે ?
ચૂંટણીમાં કૉંગ્રેસની હાર પર સચિન પાયલટે શું કહ્યું
આ સાથે જ ચૂંટણીમાં કોંગ્રેસને મળી રહેલી હાર પર સચિન પાયલટે કહ્યું કે, જો અમે ચૂંટણી નહીં જીતીએ તો શું ઘરે બેસી જઈશું કે પછી સંઘર્ષ કરીશું? રસ્તાઓ પર આવશું. સરપંચથી લઈને લોકસભાની ચૂંટણી બમણી તાકાતથી લડીશું. જીત કે હાર જનતા નક્કી કરે છે. અમે અમારી જવાબદારી અને ફરજ છોડવાના નથી. અમે જવાબો લઈશું અને જવાબદારી નક્કી કરીશું.'' સચિન પાયલોટે પણ ઈન્ડિયા ગઠબંધન વચ્ચેના તિરાડ અંગેની અટકળોનો જવાબ આપ્યો અને કહ્યું કે લોકો ભાજપને કેમ પૂછતા નથી, તેઓ નીતિશ કુમાર અને અજિત પવાર વિશે શું કહેતા હતા અને આજે તેઓ તેમની સાથે હાથ મિલાવે છે.
અમારો વોટ શેર વધારવાની જરુર
સચિન પાયલટે કહ્યું, 'અમે છેલ્લા 11 વર્ષથી વિપક્ષમાં છીએ. હવે અમારે અમારો વોટ શેર વધારવાની જરુર છે અને વધારવો જ પડશે. અમારે સખત મહેનત કરવી પડશે. જનતા થાકીને અમારી પાસે આવે તેની અમે રાહ જોઈ શકતા નથી. આપણે તેમની પાસે જવું પડશે. અમે આના પર પણ કામ કરી રહ્યા છીએ. અમે સંગઠન માટે વર્ષ 2025 રાખ્યું છે. અમે રોડ મેપ તૈયાર કર્યો છે. આજે અમે વિપક્ષમાં છીએ, કાલે સરકારમાં હોઈશું. આવું હંમેશા દરેક જગ્યાએ થતું આવ્યું છે.