(Source: ECI/ABP News/ABP Majha)
મોટોના આ બે ડિસ્પ્લે વાળા સ્માર્ટફોન પર મળી રહ્યું છે 70,000 રૂપિયા સુધીનુ ડિસ્કાઉન્ટ, જાણો ઓફર વિશે....
ઇ-કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ (Flipkart) પર ચાલી રહેલા બિગ સેવિંગ ડેઝ સેલમાં મોટોરોલા રેઝર (Motorola Razr) ફૉલ્ડેબલ ફોન પર સારુ એવુ ડિસ્કાઉન્ટ (Phone Discount) મળી રહ્યું છે. ફોન પર લગભગ 70 રૂપિયા સુધીનુ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
નવી દિલ્હીઃ જો તમે એક ફૉલ્ડેબલ ફોન (Foldable Smartphone) ખરીદવાની ઇચ્છા રાખી રહ્યાં છો, તો તમારા માટે બેસ્ટ મોકો છે. ઇ-કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ (Flipkart) પર ચાલી રહેલા બિગ સેવિંગ ડેઝ સેલમાં મોટોરોલા રેઝર (Motorola Razr) ફૉલ્ડેબલ ફોન પર સારુ એવુ ડિસ્કાઉન્ટ (Phone Discount) મળી રહ્યું છે. ફોન પર લગભગ 70 રૂપિયા સુધીનુ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ ડિસ્કાઉન્ટ બાદ આ સૌથી સસ્તો ફૉલ્ડેબલ સ્માર્ટફોન (Foldable Smartphone) બની ગયો છે. જાણો ડિસ્કાઉન્ટ બાદ આ ફોન કેટલામાં મળી રહ્યો છે, અને શું છે ફોનના ફિચર્સ.....
કિંમત અને ઓફર્સ......
મોટો રેઝરને (Moto Razr) ભારતમાં 1,24,999 રૂપિયાની કિંમતની સાથે લૉન્ચ કરવામા આવ્યો હતો, વળી હવે આ ફોન ફ્લિપકાર્ટ પરથી 54,999 રૂપિયામાં ખરીદી શકાય છે. ફોન પર 70 હજાર સુધીની છૂટ આપવામાં આવી રહી છે. સાથે જ HDFC બેન્કના કાર્ડથી પેમેન્ટ કરવા પર 10 ટકાની છૂટ અલગથી આપવામાં આવી રહી છે. 60 હજારથી ઓછી કિંમતમાં મળનારો આ એકમાત્ર ફૉલ્ડિંગ ડિસ્પ્લે ફોન છે.
Moto Razrની સ્પેશિફિકેશન્સ.....
મોટોરોલાનો આ સ્માર્ટફોન એક ફૉલ્ડેબલ ઓએલઇડી ડિસ્પ્લે સાથે આવે છે. આનો આસ્પેક્ટ રેશિયો 21: 9 છે. આ સ્માર્ટફોન એક ફૉલ્ડેબલ ફોન બનાવવા માટે આમાં એક સેકન્ડરી સ્ક્રીન પણ આપવામાં આવી છે, જે 800x600 પિક્સલ રિઝૉલ્યૂશન અને 4: 3 અનુપાતની સાથે આપવામાં આવી છે. ફોનની સામેની બાજુ ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવી છે. પરફોર્મન્સ માટે સ્માર્ટફોનમાં ક્વાલકૉમ સ્નેપડ્રેગન 710 SoCની સાથે આપવામાં આવ્યુ છે. આમાં 6GBની રેમની સાથે 128GBનુ સ્ટૉરેજ છે. આ સ્માર્ટફોનમાં સ્ટૉરેજને વધારી નથી શકાતુ. આમાં 2,510mAhની બેટરી આપવામાં આવી છે, જે 15W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે.
કેમેરા.....
મોટો રેઝરમાં (Moto Razr) પાછળની બાજુએ 16- મેગાપિક્સલનો સિંગલ કેમેરા આપવામાં આવ્યો છે. આની સાથે 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો પણ આપવામાં આવ્યો છે. ફ્રન્ટ કેમેરા મેન સ્ક્રીન પર આપવામાં આવ્યુ છે. વળી 16- મેગાપિક્સલનો બેક કેમેરાથી સેલ્ફી લેવા માટે સ્ક્રીનની સુવિધા આપવામાં આવી છે.