શોધખોળ કરો
Advertisement
માર્કેટમાં આવ્યુ શાનદાર લેપટૉપ, એકવાર ચાર્જ કરવાથી મળી રહ્યો છે 17 કલાકનો બેટરી બેકઅપ
આમાં 56 Wh 4-cell Li-ion બેટરી છે, જે 17 કલાકનો બેટરી બેકઅપ આપે છે. આ લેપટૉપની સાથે 65Wનું AC એડપ્ટર પણ આપવામાં આવ્યુ છે. આ એક સિલ્ક ડિઝાઇન વાળુ લેપટૉપ છે, આનુ વજન 1.19 કિલોગ્રામ છે
નવી દિલ્હીઃ ભારતીય માર્કેટમાં દરેક ટેક કંપની પોતાના હાઇટેક લેપટૉપ માર્કેટમાં ઉતારી રહી છે. આ કડીમાં હવે Acer કંપનીએ પણ પોતાનુ દમદાર લેપટૉપ માર્કેટમાં લૉન્ચ કરી દીધુ છે. આ લેપટૉપની ખાસિયત તેની બેટરી છે. Acer કંપનીએ પોતાનુ શાનદાર Acer Swift 3 લેપટૉપ લૉન્ચ કર્યા છે, કંપનીનો દાવો છે કે આ લેપટૉપની બેટરી 17 કલાકનો બેટરી બેકઅપ આપશે. જાણો શું છે તેની કિંમત અને ફિચર્સ.....
જાણો કિંમત વિશે.....
કિંમતની વાત કરીએ તો Acer Swift 3 (SF313-52)ની ભારતમાં કિંમત 64999 રૂપિયાથી શરૂ થાય છે. કસ્ટમર આને રિટેલ સ્ટૉર્સ અને કંપની અધિકારીક વેબસાઇટ પરથી ખરીદી શકે છે. આ લેપટૉપમાં માત્ર સિલ્વર કલર વેરિએન્ટ જ મળશે.
એસરે આ Acer Swift 3 લેપટૉપને ઇન્ટેલ પ્રૉજેક્ટ એથીના પ્રૉગ્રામ અંતર્ગત માર્કેટમાં ઉતાર્યુ છે. આ પ્રૉગ્રામનો હેતુ લોકોને બેસ્ટ એક્સપીરિયન્સ આપવાનો છે. આ પ્રૉગ્રામ અંતર્ગત લૉન્ચ થનારા લેપટૉપમાં કમસે કમ ઇન્ટેલ કૉર i5 કે i7 પ્રૉસેસર, 8GB રેમ અને 16 કલાકથી વધુનો વીડિયો પ્લેબેક હોવો જરૂરી છે.
લેપટૉપમાં છે સ્પેશ્યલ સ્પેશિફિકેશન્સ...
Acer Swiftમાં 13.5 ઇંચની IPS ડિસ્પ્લે આપવામાં આવી છે આ ડિસ્પ્લેની બ્રાઇટનેસ 400 નિટ્સ છે. આ એડોબી sRGBના 100 ટકા કલરને કવર કરવામાં સક્ષમ છે. આમાં 10 હૉમ (64 બિટ) ઇન્સ્ટૉલ છે. આમાં ઇન્ટેલ કૉર i5, 10th જનરેશન પ્રૉસેસર કરવામાં આવ્યુ છે. આ ઉપરાંત આ લેપટૉપ 8GB LPDDR4 રેમ અને 512GB PCIe Gen3 NVMe SSD વાળુ છે.
આમાં 56 Wh 4-cell Li-ion બેટરી છે, જે 17 કલાકનો બેટરી બેકઅપ આપે છે. આ લેપટૉપની સાથે 65Wનું AC એડપ્ટર પણ આપવામાં આવ્યુ છે. આ એક સિલ્ક ડિઝાઇન વાળુ લેપટૉપ છે, આનુ વજન 1.19 કિલોગ્રામ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
બિઝનેસ
Advertisement