Alphabet Layoffs: હવે ગૂગલની પેરન્ટ કંપની આલ્ફાબેટ કરી શકે છે 10 હજાર કર્મચારીઓની છટણી
મેટા, એમેઝોન, ટ્વિટર અને સેલ્સફોર્સ પછી હવે આલ્ફાબેટ કંપનીમાંથી કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરવા જઇ રહી છે.
Alphabet Layoffs: ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટ તેના 10,000 કર્મચારીઓની છટણી કરવા જઈ રહી છે. મેટા, એમેઝોન, ટ્વિટર અને સેલ્સફોર્સ પછી હવે આલ્ફાબેટ કંપનીમાંથી કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરવા જઇ રહી છે. એવું માનવામાં આવે છે કે કંપની તેના કુલ કર્મચારીઓના 6 ટકા જેટલા કર્મચારીઓની છટણી કરી શકે છે.
એક રિપોર્ટ અનુસાર, Google ખરાબ પર્ફોર્મન્સવાળા કર્મચારીઓને નવી રેન્કિંગ અને પર્ફોર્મન્સ સુધારણા યોજના હેઠળ લગભગ 10,000 કર્મચારીઓની છટણી કરી શકે છે. નવી પર્ફોર્મન્સ મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા આગામી વર્ષની શરૂઆતમાં એવા હજારો કર્મચારીઓને બહાર કરવામાં આવશે જેમની કામગીરી સારી નથી. મેનેજરો આ કર્મચારીઓ માટે રેટિંગનો ઉપયોગ કરી શકે છે જેથી તેમને બોનસ અને સ્ટોક ગ્રાન્ટ ચૂકવવાની જરૂર ન પડે.
આ નવી સિસ્ટમ દ્વારા 6 ટકા એટલે કે 10,000 કર્મચારીઓને અલગ કેટેગરીમાં રાખવાનું કહેવામાં આવ્યું છે, જેમનું પરફોર્મન્સ સારું નથી. આલ્ફાબેટમાં લગભગ 1,87,000 કર્મચારીઓ કામ કરે છે. યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (SEC) ફાઇલિંગ અનુસાર, આલ્ફાબેટ પર કામ કરતા કર્મચારીનો સરેરાશ પગાર 2,95,884 ડોલર છે.
2022 ના ત્રીજા ક્વાર્ટરમાં યુએસ અર્થતંત્ર પર સંકટ અને મંદીને કારણે આલ્ફાબેટનો નફો 27 ટકા ઘટીને 13.9 ડોલર બિલિયન થયો છે. જ્યારે આવક 6 ટકા વધીને 69.1 અબજ ડોલર થઈ છે. તાજેતરમાં આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈએ કહ્યું હતું કે તેઓ આલ્ફાબેટને 20 ટકા વધુ કાર્યક્ષમ બનાવશે. આ નિવેદન દ્વારા તેમણે છટણીના સંકેતો આપ્યા હતા. રિપોર્ટ અનુસાર, જે લોકોને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે તેમને આલ્ફાબેટ દ્વારા કંપનીમાં નવી ભૂમિકાઓ માટે અરજી કરવા માટે 60 દિવસનો સમય આપવામાં આવ્યો છે. ગૂગલે પણ નવી ભરતી પર પ્રતિબંધ મૂક્યો છે.
Data Tips: શું તમારે એન્ડ્રોઇડમાંથી હવે આઇફોનમાં યૂઝ કરવુ છે ? તો અપનાવો આ ટ્રિક્સ, સટાસટ આવી જશે બધો ડેટા
Whatsapp Latest Feature : Whatsapp હવે એન્ડ્રોઇડ યૂઝર્સને પોતાની ચેટને આઇફોન ડિવાઇસમાં ટ્રાન્સફ કરવાની સુવિધા આપી રહ્યું છે. આ અપડેટને મંગળવારે મેટાના સીઇઓ માર્ક ઝકરબર્ગે એક ફેસબુક પૉસ્ટના માધ્યમથી શેર કર્યુ છે.
માર્ક ઝકરબર્ગે કહ્યું કે, અમે Whatsappમાં ફોનની વચ્ચે સુરક્ષિત રીતે સ્વિચ કરવા અને એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્શનને બનાવી રાખતા અમે ચેટ ઇતિહાસ, ફોટો, વીડિયો અને વૉઇસ મેસેજને એન્ડ્રોઇડ અને આઇફોનની વચ્ચે સ્થળાંતરિત કરવાની ક્ષમતા જોડી રહ્યાં છીએ. આ એક ઉચ્ચ અનુરોધ વિશેષતા છે. અમે ગયા વર્ષે આઇઓએસમાંથી એન્ડ્રોઇડમાં ચેટ ટ્રાન્સફર કરવાની શરૂઆત કરી, અને હવે તમે એન્ડ્રોઇડમાંથા આઇઓએસમાં પણ સ્વિચ કરવી શકો છો.