Apple Delivery Date: જાણો ક્યાં સુધીમાં તમને મળી જશે એપલની નવી તમામ પ્રૉડક્ટ્સ, જાણી લો તારીખો વિશે...
આ તમામ નવી પ્રૉડ્ટ્સના પ્રી-ઓર્ડર અને ડિલીવરીની તારીખો અલગ અલગ છે. જો તમે નવી Apple પ્રૉડક્ટ્સને ખરીદવા ઇચ્છો છો,
Apple Products Delivery Date: એપલે એપલ ફાર આઉટ ઇવેન્ટ 2022માં આઠ નવી પ્રૉડક્ટ્સને લૉન્ચ કરી છે. આમાં 8 પ્રૉડક્ટ્સમાં ચાર નવા iPhones, Apple Watch ના ત્રણ મૉડલ અને AirPods પ્રૉ સામેલ છે, આ તમામ નવી પ્રૉડ્ટ્સના પ્રી-ઓર્ડર અને ડિલીવરીની તારીખો અલગ અલગ છે. જો તમે નવી Apple પ્રૉડક્ટ્સને ખરીદવા ઇચ્છો છો, તો તે તારીખી અમે અહીં બતાવી રહ્યા છીએ જેનુ ખાસ ધ્યાન રાખવાનુ છે.
Apple iPhone 14 -
આઇફોન 14 માટે પ્રી-ઓર્ડર- 9 સપ્ટેમ્બરથી
આઇફોન 14 ક્યારે ઉપલબ્ધ થશે- 16 સપ્ટેમ્બરથી
Apple iPhone 14 Plus -
આઇફોન 14 પ્લસ માટે પ્રી-ઓર્ડર - 9 સપ્ટેમ્બરથી
આઇફોન 14 પ્લસ ક્યાં સુધી ઉપલબ્ધ થશે - 07 ઓક્ટોબરથી
Apple iPhone 14 Pro -
આઇફોન 14 પ્રૉ માટે પ્રી-ઓર્ડર - 9 સપ્ટેમ્બરથી
આઇફોન 14 પ્રૉ ક્યાં સુધી ઉપલબ્ધ થશે - 16 સપ્ટેમ્બરથી
iPhone 14 Pro Max -
આઇફોન 14 પ્રૉ મેક્સ માટે પ્રી-ઓર્ડર- 9 સપ્ટેમ્બરથી
આઇફોન 14 પ્રૉ મેક્સ ક્યારે ઉપલબ્ધ થશે - 16 સપ્ટેમ્બરથી
AirPods Pro 2 -
એરપૉડ્સ પ્રૉ માટે પ્રી-ઓર્ડર - 9 સપ્ટેમ્બરથી
એરપૉડ્સ પ્રૉ ક્યારે ઉપલબ્ધ થશે - 23 સપ્ટેમ્બરથી
Apple Watch Ultra -
એપલ વૉચ અલ્ટ્રા માટે પ્રી-ઓર્ડર - 7 સપ્ટેમ્બર
ક્યારે ઉપલબ્ધ થશે - 23 સપ્ટેમ્બરથી
Apple Watch Series 8 -
એપલ વૉચ સીરીઝ 8 નો પ્રી-ઓર્ડર - 7 સપ્ટેમ્બરથી
ક્યારે ઉપલબ્ધ થશે - 16 સપ્ટેમ્બરથી
Apple Watch SE -
એપલ વૉચ એસઇનો પ્રી-ઓર્ડર - 7 સપ્ટેમ્બર
ક્યારે ઉપલબ્ધ થશે - 16 સપ્ટેમ્બરથી
Appleની તમામ નવી પ્રૉડક્ટ્સની કિંમતો -
iPhone 14: - કિંમત 79,900 રૂપિયાથી શરૂ
iPhone 14 Plus: - કિંમત 89,900 રૂપિયાથી શરૂ
iPhone 14 Pro: - કિંમત 1,29,900 રૂપિયાથી શરૂ
iPhone 14 Pro Max: - કિંમત 1,39,900 રૂપિયાથી શરૂ
Apple Watch Ultra: - કિંમત 89,900 રૂપિયાથી શરૂ
Apple Watch Series 8: - કિંમત 45,900 રૂપિયાથી શરૂ
Apple Watch SE: - કિંમત 29,900 રૂપિયાથી શરૂ
AirPods Pro: - કિંમત 26,900 રૂપિયાથી શરૂ
Apple AirPods Pro 2: કેટલીય ખાસિયતોની સાથે Airpods Pro 2 લૉન્ચ -
AirPods Pro 2: ટેકનલોૉજીની દુનિયાની જાણીતી કંપની એપલે (Apple) બુધવારે થયેલી એક ઇવેન્ટમાં એક સેકન્ડ જનરેશનના એરપૉડ્સને લૉન્ચ કર્યા છે. ફાર આઉટ ઇવેન્ટ (Far Out Event) દરમિયાન લૉન્ચ કરવામાં આવેલા એપલ એરપૉડ્સમાં નૉઇસ કેન્સિલેશનનો સપોર્ટ આપવામાં આવ્યો છે. ઇવેન્ટમાં કંપનીએ એરપૉડ્સ પ્રૉ 2 (AirPods Pro 2)ની સાથે સાથે આઇફોન 14 સીરીઝ અને એપલ વૉચ 8 સીરીઝને લૉન્ચ કરી દીધી છે. કંપનીએ એરપૉડ્સમાં એડપ્ટિવ ટ્રાન્સપરન્સી મૉડ પણ આપ્યો છે, જે નૉઇસ કેન્સિલેશનનો જ ભાગ છે, આ ઉપરાંત એરપૉડ્સમાં બે ટચ કન્ટ્રૉલ પણ આપવામાં આવ્યા છે.
એપલે નવા બડ્સને Apple H2 chipની સાથે લૉન્ચ કર્યા છે. બડ્સમાં સાઉન્ડ ક્વૉલિટીને વધુ બેસ્ટ કરવા માટે નવા લૉ-ડિસ્ટૉર્શન ડ્રાઇવરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બડ્સમાં નૉઇસ કેન્સિલેશન પર પણ કામ કરીને વધુ બેસ્ટ કરવમાં આવ્યુ છે, કંપનીનુ કહેવું છે કે આમાં એક્ટિવ નૉઇસ કેન્સિલેશન (ANC) ને બેગણ કરવામા આવ્યુ છે. વળી, બડ્સમાં પર્સનાલાઇઝ સ્પેશિયલ ઓડિયોની સુવિધા આપવામાં આવી છે. આ ઉપારંત આમાં બિલ્ટ-ઇન સ્પીકર આપવામા આવ્યું છે. જેના ઉપયોગથી યૂઝર્સ ફાઇન્ડ માય ફોન ફિચર્સના દ્વારા પોતાના બડ્સને શોધી શકશો. એપપૉડ્સને 100 ટકા રીસાયકલ મટેરિયલથી બનાવવામાં આવ્યુ છે.
બેટરી બેકઅપ -
આ એપપૉડ્સનો જીવ એટલે કે બેટરીની વાત કરીએ તો કંપની તરફથી બેટરી લાઇફને લઇને કેસની સાથે 30 કલાક બેકઅપનો દાવો કર્યો છે. વળી, કેસ વિના બડ્સમાં 6 કલાકનો બેકઅપ જ મળશે. આ પૉડમાં મેગસેફથી પણ વાયરલેસ રીતે ચાર્જ કરી શકાશે. આને ખરીદવા માંગતા ઇચ્છુક લોકો પોતાના આઇફોનની મદદથી આને તપાસ કરી શકશે.