શોધખોળ કરો
Advertisement
ભારતમાં સસ્તી કિંમતે મળી રહ્યાં છે આ પાંચ 5G સ્માર્ટફોન, ફિચર્સ છે હટકે, જુઓ લિસ્ટ....
જો તમે પણ એક સારો 5G સ્માર્ટફોન ખરીદવા ઇચ્છતા હોય તો અહીં બેસ્ટ ઓપ્શન અવેલેબલ છે. જુઓ હટકે ફિચર્સ વાળા 5G સ્માર્ટફોનનુ લિસ્ટ......
નવી દિલ્હીઃ ભારતમાં દરેક પ્રકારના સેગમેન્ટમાં અને રેન્જમાં દરેક ફિચર્સ વાળા સ્માર્ટફોન ઉપલબ્ધ છે. આજકાલ ભારતીય માર્કેટમાં 5G ફોને એન્ટ્રી કરી લીધી છે, જેથી કસ્ટમરો પણ 5G સ્માર્ટફોન તરફ દોડી રહ્યાં છે. જો તમે પણ એક સારો 5G સ્માર્ટફોન ખરીદવા ઇચ્છતા હોય તો અહીં બેસ્ટ ઓપ્શન અવેલેબલ છે. જુઓ હટકે ફિચર્સ વાળા 5G સ્માર્ટફોનનુ લિસ્ટ......
Realme X7-
રિયલમીનો આ ફોન સસ્તો 5G કહી શકાય, આ ફોનની કિંમત 19999 રૂપિયા છે. ફોનમાં કંપનીએ 6.43 ઇંચની ફૂલ એચડી ડિસ્પ્લે, અને 6GB રેમ તેથા 128GB સ્ટૉરેજ આપ્યુ છે. આ ફોનમાં MediaTek Dimensity 800U પ્રૉસેસર અને 64MP + 8MP + 2MPના રિયર કેમેરા છે, સેલ્ફી માટે આમાં 16MP નો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
Xiaomi Mi 10i-
શ્યાઓમીનો આ ફોન પણ સસ્તો 5G સ્માર્ટફોન છે, આ ફોનની કિંમત 21999 રૂપિયા છે. આ ફોનમાં 6.67 ઇંચની ડિસ્પ્લે અને Qualcomm Snapdragon 750G પ્રૉસેસર આપવામાં આવ્યુ છે. આમાં 6GB રેમ તથા 128GB સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે.
OnePlus Nord-
વનપ્લસ પણ સસ્તો 5G લઇને માર્કેટમાં આવી છે, આની કિંમત 27999 રૂપિયા છે. આમાં Qualcomm’s Snapdragon 765G SoC પ્રૉસેસર, અને 6.44 ઇંચની ડિસ્પ્લે છે. ફોનમાં 12GB રેમ તથા 256GB સ્ટૉરેજ છે. આમાં 48MP+8MP+5MP+2MPનો રિયર કેમેરો અને 32MP+8MPનો ડ્યૂલ ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
Oppo Reno 5 Pro-
ઓપ્પોનો આ ફોન પણ સસ્તો 5G ફોન છે. ફોનમાં MediaTek Dimensity 1000+ પ્રૉસેસર અને 6.55 ઇંચની ફૂલ એચડી ડિસ્પ્લે છે. આમાં 8GB રેમ તથા 128GB સ્ટૉરેજ આપવામા આવ્યુ છે. ફોનમાં 64MP + 8MP + 2MP + 2MP નો રિયર કેમેરો અને 32MP નો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. આની કિંમત 35,990 રૂપિયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
અમદાવાદ
દુનિયા
Advertisement