શોધખોળ કરો
Advertisement
રિલાયન્સ Jio પોતાના આ પ્લાનમાં આપી રહ્યું છે 740 GB ડેટા, એરટેલ-વોડાફોને પણ લૉન્ચ કરી આ ઓફર
રિલાયન્સ જિઓના ડેટા પ્લાનને ટક્કર આપવા માટે એરટેલ અને વોડાફોને પણ માર્કેટમાં ઉતારી છે પોતાની બેસ્ટ ઓફર
નવી દિલ્હીઃ જે લોકો વધારે ડેટા યૂઝ કરે છે અને વારંવાર રિચાર્જ કરાવવા ઇચ્છે છે, તો આવા યૂઝર્સ માટે રિલાયન્સ જિઓ લૉન્ગ વિલિડીટી વાળા પ્લાન લઇને આવ્યુ છે. કંપની 2,599 રૂપિયામાં એક એવો પ્લાન લઇને આવી છે, જેમાં યૂઝર્સ 740 GB સુધી ડેટા મળશે.
રિલાયન્સ જિઓ
જિઓના 2,599 રૂપિયા વાળા પેકમાં તમને દરરોજ 2 GB ડેટા આપવામાં આવશે. આ ઉપરાંત આ પેકમાં 10 જીબી ડેટા પણ મળે છે, એટલે કે યૂઝર્સ કુલ 740 GB હાઇસ્પીડ ડેટા યૂઝ કરી શકે છે. જોકે દરરોજ મળનારા આ ડેટાની લિમીટ ખતમ થયા બાદ 64Kbps સ્પીડ મળશે. આ પ્લાન અંતર્ગત અનલિમીટેડ કૉલ, 100 ફ્રી એસએમએસ અને મફત જિઓ એપ્સ સબ્સક્રિપ્શન જેવી ઓફર્સ આપવામાં આવી રહી છે.
જિઓના ડેટા પેકમાં જિઓ નેટવર્ક પર અનલિમીટેડ જ્યારે નૉન જિયો નેટવર્ક પર કૉલિંગ માટે 12 હજાર મિનીટ આપવામાં આવી રહી છે. આ પેકમાં યૂઝર્સને દરરોજ 100 એસએમએસ ફ્રી કરવાનો મોકો મળશે. આ ઉપરાંત જિઓ એપ્સનુ સબ્સક્રિપ્શન પણ ફ્રી આપવામાં આવી રહ્યું છે. આ પ્લાનની વેલિડિટી 365 દિવસની આપવામાં આવી રહી છે.
Airtel
એરટેલ પણ પોતાના યૂઝર્સને આ એક આવો જ પ્લાન આપી રહ્યું છે. જોકે આ દરરોજ 1.5GB ડેટા જ આપી રહ્યું ચે. પ્લાનની કિંમત 2398 રૂપિયા સુધી નક્કી કરવામાં આવી છે. આની વેલિડિટી 365 દિવસની છે. આમાં દરરોજ 100SMSની સુવિધા પણ મળે છે. આ પ્લાનની સાથે યૂઝર્સને ZEE5 Premium અને Wynk Musicનુ ફ્રી સબ્સક્રિપ્શન પણ મળે છે. જે લોકો વીડિયો જોવાનુ પસંદ કરે છે, તેના માટે Airtel બેસ્ટ માનવામાં આવી રહ્યો છે.
Vodafone
આ બન્ને કંપનીઓ ઉપરાંત Vodafoneનો પણ એક આવો જ પ્લાન છે. જે અંતર્ગત 1.5GB ડેટા દરરોજ આપવામાં આવી રહ્યો છે. આ પ્લાનની કિંમત 2399 રૂપિયા રાખવામાં આવી છે. વોડાફોનનો આ પ્લાન 365 દિવસ સુધી વેલિડ રહેશે. આમાં પણ યૂઝર્સને દરરોજ 100SMS ફ્રી કરવાનો મોકો મળશે. સાથે જ આમાં યૂઝર્સને અનલિમીટેડ કૉલિંગની સુવિધા પણ આપવામાં આવી રહી છે. આ પ્લાનની સાથે કંપનીનુ Vodafone play અને ZEE5 Premium નુ સબ્સક્રિપ્શન મળે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બિઝનેસ
બોલિવૂડ
દેશ
Advertisement