Jio, Vodafone અને Airtelના બેસ્ટ રિચાર્જ પ્લાન, મેળવો દરરોજ 1.5 GB ડેટા અને બીજા ફાયદાઓ......
જો તમારે એક સારો પ્લાન, એટલે કે ડેટા, અનલિમીટેડ કૉલિંગ અને એસએમએસની બેસ્ટ સુવિધા જોઇતી હોય તો અમે અહીં તમને બતાવી રહ્યાં છે બેસ્ટ ઓફર વિશે. માર્કેટમાં એરટેલ, વૉડાફોન-આઇડિયા, જિઓ તમામ કંપનીઓ પોતાના ગ્રાહકો માટે સારા પ્લાન લઇને આવી છે. આમાં કેટલાક પ્લાન્સ એવા છે જેમાં તમને ડેલી 1.5 જીબી ડેટા મળે છે. સાથે પ્લાનમાં બીજા કેટલાક ફાયદાઓ પણ મળી રહ્યાં છે. જાણો આની પુરેપુરી ડિટેલ્સ.....
નવી દિલ્હીઃ આજકાલ ઇન્ટરનેટનો વપરાશ ખુબ વધી ગયો છે. યૂઝર્સના વપરાશને ધ્યાનમા રાખીને હવે ટેલિકૉમ કંપનીઓ પણ નવી નવી ઇન્ટરનેટ ઓફરો અને પ્લાન લૉન્ચ કરી રહી છે. જો તમારે એક સારો પ્લાન, એટલે કે ડેટા, અનલિમીટેડ કૉલિંગ અને એસએમએસની બેસ્ટ સુવિધા જોઇતી હોય તો અમે અહીં તમને બતાવી રહ્યાં છે બેસ્ટ ઓફર વિશે. માર્કેટમાં એરટેલ, વૉડાફોન-આઇડિયા, જિઓ તમામ કંપનીઓ પોતાના ગ્રાહકો માટે સારા પ્લાન લઇને આવી છે. આમાં કેટલાક પ્લાન્સ એવા છે જેમાં તમને ડેલી 1.5 જીબી ડેટા મળે છે. સાથે પ્લાનમાં બીજા કેટલાક ફાયદાઓ પણ મળી રહ્યાં છે. જાણો આની પુરેપુરી ડિટેલ્સ.....
Jioનો રોજ 1.5 જીબી વાળો ડેટા પ્લાન-
તમને જિઓના એવા કેટલાય પ્લાન મળી જશે જેમાં તમને ડેલી 1.5 જીબી ડેટા મળશે. તમે 199 રૂપિયા, 399 રૂપિયા, 555 રૂપિયાથી લઇને 2121 રૂપિયા સુધી અલગ અલગ વેલિડિટી વાળાપ્લાન લઇ શકો છો. આ તમામ પ્લાનમાં તમને ડેલી 1.5 જીબી ડેટા મળે છે. આમાંથી તમને ક્રમશઃ 28 દિવસ, 56 દિવસ, 84 દિવસ અને 336 દિવસની વેલિડિટી મળી રહી છે.આ તમામ પ્લાનમાં તમને અનલિમીટેડ કૉલિંગ, બીજા નેટવર્ક પર કૉલિંગ માટે 1000 મિનીટ, 2000 મિનીટ, 3000 મિનીટ, 12000 મિનીટ આપવામા આવે છે.
Vodafoneના ડેલી 1.5 જીબી ડેટા વાળા પ્લાન-
તમે વૉડાફોનનો 249 રૂપિયા, 399 રૂપિયા, 599 રૂપિયા, અને 2399 રૂપિયા વાળો પ્લાન ખરીદી શકો છો. આ પ્લાનમાં તમને ક્રમશઃ 28 દિવસ, 56 દિવસ, 84 દિવસ અને 365 દિવસની વેલિડિટી મળે છે. તમામ પ્લાનમાં તમને ડેલી 1.5 જીબી ડેટા મળે છે. આ ઉપરાંત તમામ નેટવર્ક પર અનલિમીટેડ કૉલિંગની સુવિધા પણ મળી રહી છે.
Airtelના ડેલી 1.5 જીબી ડેટા વાળા પ્લાન -
ડેલી 1.5 જીબી ડેટા વાળા પ્લાનમાં તમે એરટેલના 249 રૂપિયા, 279 રૂપિયા, 297 રૂપિયા, 399 રૂપિયા, 497 રૂપિયા, 598 રૂપિયા, અને 2398 રૂપિયા વાળા પ્લાન ખરીદી શકો છો. આમાં 249 રૂપિયા, 279 રૂપિયા અને 297 વાળા પ્લાનની 28 દિવસની વેલિડિટી છે. જ્યારે 399 રૂપિયા અને 497 રૂપિયા વાળા પ્લાનમાં 56 દિવસની વેલિડિટી મળે છે. વળી 598 રૂપિયા વાળા પ્લાનમાં 84 દિવસ અને 2398 રૂપિયા વાળા પ્લાનમાં 365 દિવસની વેલિડિટી મળે છે. તમને આ તમામ પ્લાનમાં અનલિમીટેડ કૉલિંગની સુવિધા પણ મળી રહી છે.