શોધખોળ કરો
આ 4 મોંઘા ફોન સસ્તી કિંમતે ખરીદવાનો બેસ્ટ મોકો, અહીં ચાલી રહી છે દિવાળી સેલની ઓફર
ફ્લિપકાર્ટ સેલનો આજે છેલ્લો દિવસ છે, આવામાં તમે આ ફોન પર મોટી ઓફર સાથે ડિસ્કાઉન્ટનો લાભ ઉઠાવી શકો છો. આવા અહીં ચાર મોંઘા ફોન છે જે તમને સસ્તી કિંમતે મળી શકે છે

ફાઇલ તસવીર
નવી દિલ્હીઃ દિવાળી નજીક આવી રહી છે તેમ તેમ ઇ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ અને અમેઝોન સેલમાં દમદાર વેચાણ કરી રહ્યું છે. જો તમે સસ્તી કિંમતે મોંઘો ફોન ખરીદવા ઇચ્છતા હોય તો અત્યારે બેસ્ટ મોકો છે. ફ્લિપકાર્ટ સેલનો આજે છેલ્લો દિવસ છે, આવામાં તમે આ ફોન પર મોટી ઓફર સાથે ડિસ્કાઉન્ટનો લાભ ઉઠાવી શકો છો. આવા અહીં ચાર મોંઘા ફોન છે જે તમને સસ્તી કિંમતે મળી શકે છે. આ ફોન પર મળી રહ્યું છો મોટુ ડિસ્કાઉન્ટ.... Samsung Galaxy M21 ફેસ્ટિવ સિઝન દરમિયાન અમેઝોન સેલમાં Samsung Galaxy M21 સ્માર્ટફોન માત્ર 12,999 રૂપિયામાં ઓર્ડર કરી શકો છો. સાથે કેટલાય કેટલીય ઓફરો પણ આપવામાં આવી રહી છે, જેમાં એક્સચેન્જ સહિત બીજી ઓફરો સામેલ છે. Realme Narzo 20 Pro Flipkart સેલમાં Realme Narzo 20 Proમાં આ ફોન 13,999 રૂપિયામાં ખરીદી શકાય છે. વળી, આ ફોન પર એક્સચેન્જ ઓફર સાથે એક્સિસ બેન્ક કાર્ડથી ખરીદવા પર 2500 રૂપિયાનુ એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે. Xiaomi Redmi 9 Prime અમેઝોન પર દિવાળીના આ સેલમાં શ્યાઓમીના Redmi 9 Primeના 4GB RAM અને 64GB સ્ટૉરેજ વેરિએન્ટ પર 9,999 રૂપિયામા ઓર્ડર કરી શકાય છે. રેડમીના આ ફોન પર એક્સચેન્જ અને બેન્ક ઓફર્સ પણ આપવામાં આવી રહી છે. Samsung Galaxy M31s આ ઉપરાંત અમેઝોન પર Samsung Galaxy M31sના 18,499 રૂપિયામાં ખરીદી શકાય છે. વળી, આ ફોન પર એચડીએફસી કાર્ડ ખરીદી પર 1500 રૂપિયાનુ ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ અને એક્સચેન્જ ઓફર પણ આપવામાં આવી રહી છે.
વધુ વાંચો




















