શોધખોળ કરો
Advertisement
અમેરિકામાં ફરીથી ચીનને ઝટકો, ટ્રમ્પે આ ચીની એપ્સ પર લગાવી દીધો પ્રતિબંધ, જાણો વિગતે
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે Shareit, Wechat, AliPay સહિત કુલ આઠ એપ પર પાબંદી લગાવી છે. ટ્રમ્પનો આ આદેશ 45 દિવસની અંદર લાગુ કરી દેવામાં આવશે
નવી દિલ્હીઃ ગયા વર્ષે ચીનની ઘણી બધી એપ્સ ભારત અને અમેરિકામાં પ્રતિબંધ કરી દેવામાં આવી, આમાં પબજી અને ટિકટૉક જેવી ફેમસ એપ પણ સામેલ હતી. વળી આ વર્ષે પણ ચીનની એપના પ્રતિબંધનો મામલો સામે આવ્યો છે. અમેરિકામાં ફરી એકવાર ચાઇનીઝ એપ પર પ્રતિબંધ લાગ્યો છે.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે Shareit, Wechat, AliPay સહિત કુલ આઠ એપ પર પાબંદી લગાવી છે. ટ્રમ્પનો આ આદેશ 45 દિવસની અંદર લાગુ કરી દેવામાં આવશે.
સુરક્ષાનો આપ્યો હવાલો
આ એપ્સને બેન કરવાને લઇને ટ્રમ્પ સરકારનુ કહેવુ છે કે આ એપ્સને બહુ વધારે ડાઉનલૉડ કરવામાં આવે છે, અને આના દ્વારા ચીન સરકાર સુધી યૂઝર્સની પર્સનલ ડિટેલ્સ લીક થઇ શકે છે. અધિકારીઓનુ માનીએ તો આ એપ્સના બેન કરીને અમારો હેતુ ચીનના ડેટા લેવાની પોલીસીને નિષ્ફળ બનાવવાનુ છે.
આ એપ્સ થઇ બેન
ટ્રમ્પે જે એપ્સને બેન કરી છે, તેમાં Alipay, Camscanner, QQ Wallet, Shareit, Tencent, Wechat, Pay, WPS Office સામેલ છે. ટ્રમ્પ તંત્રના એક વરિષ્ઠ અધિકારી અનુસાર આ આદેશ અને લાગુ કરવાને લઇને હાલ બાઇડેનના તંત્ર સાથે ચર્ચા નથી કરવામાં આવી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બિઝનેસ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion