લોન્ચિંગ પહેલા Realme X7 Max 5Gના ફિચર્સ લીક, જાણો આ ફોનમાં શું હશે ખાસ
રિયલમીનો દાવો છે કે, Realme X7 Max 5G મીડિયાટેક હેલિઓ 1200 પ્રોસેસર સાથે લોન્ચ થનારો ભારતનો પહેલો સ્માર્ટફોન હશે. આ પહેલા કોરોનાના વધતા જતા કેસના કારણે આ ફોનનું લોંચિંગ રદ કરાયું હતું.
રિયલમીનો નવો સ્માર્ટફોન Realme X7 Max 5G ભારત જલ્દી જ લોન્ચ કરવાની તૈયારીમાં છે, જો કે, લોન્ચિંગ પહેલા Realme X7 Max 5G ના કેટલાક ફિચર્સ લીક થયા છે. હવે કંપનીએ પણ સત્તાવાર રીતે ફોનના ફીચર્સને લઈને ટીઝર જાહેર કરવાનું શરુ કરી દીધું છે. આ સિવાય કંપનીએ ફોનની માાઈક્રોસાઈટને પણ લાઈવ કરી દીધી છે.
રિયલમીનો દાવો છે કે, Realme X7 Max 5G મીડિયાટેક હેલિઓ 1200 પ્રોસેસર સાથે લોન્ચ થનારો ભારતનો પહેલો સ્માર્ટફોન હશે. આ પહેલા કોરોનાના વધતા જતા કેસના કારણે આ ફોનનું લોંચિંગ રદ કરાયું હતું.
રિયલમીએ ફોનનો AnTuTu બેંચમાર્ક સ્કોર પણ શેર કર્યો છે જે 700, 060 કરતા પણ વધારે છે. રિલયમીએ આ ફોન માટે Asphalt 9 Legends મોબાઇલ રેસિંગ ગેમ સાથે ભાગીદારી કરી છે. આ સિવાય માઇક્રોસાઇટ અનુસાર આ ફોનના બંને સીમકાર્ડ સ્લોટ્સ 5G સપોર્ટ સાથે હશે.
રિયલમી ઇન્ડિયા અને યુરોપના સીઈઓ માધવ શેઠે પણ ફોનની એક તસવીર શેર કરી હતી, જેમાં ફોનની ડિઝાઇન Realme GT Neo જેવી છે જે આ વર્ષે માર્ચમાં ચીનમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. ફોનના બેક પેનલ પર રિયલમીની પંચલાઈન ડેર ટુ લીપ પણ દેખાય છે.
Realme X7 Max 5G, Realme GT Neo નું રી-બ્રાન્ડેડ વર્ઝન હશે. જેમાં 6.43 ઇંચની સેમસંગની સુપર એમોલેડ ફુલ એચડી ડિસ્પ્લે હશે જેનું રિફ્રેશ રેટ 120Hz હશે. ફોનમાં Dimensity 1200 પ્રોસેસર મળશે જેની સાથે 12 જીબી રેમ મળશે. Realme X7 Max 5G में 4500mAhની બેટરી મળી શકે છે. સાથે 65Wનું ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળશે.