શોધખોળ કરો
ફ્લિપકાર્ટ પર આ મોંઘા ફોન મળી રહ્યાં છે સસ્તી કિંમતે, ડિસ્કાઉન્ટ ઓફરનો કઇ રીતે લઇ શકાશે લાભ, જાણો વિગતે
ચાર દિવસ ચાલનારો આ સેલ 12 માર્ચ સુધી ચાલશે. જો તમે એક સારો સ્માર્ટફોન ખરીદવાનુ પ્લાનિંગ કરી રહ્યાં છો તો આ સેલ તમારા માટે બેસ્ટ ડીલ બની શકે છે. અહીં સ્માર્ટફોન પર બેસ્ટ અને બિગ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ઓફર્સ વિશે જાણો...

(પ્રતિકાત્મક તસવીર)
નવી દિલ્હીઃ ઇ-કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ પર સ્માર્ટફોન કાર્નિવલ સેલની શરૂઆત થઇ ચૂકી છે. ગઇ કાલ રાતથી આ સેલની શરૂઆત થઇ ચૂકી છે. ચાર દિવસ ચાલનારો આ સેલ 12 માર્ચ સુધી ચાલશે. જો તમે એક સારો સ્માર્ટફોન ખરીદવાનુ પ્લાનિંગ કરી રહ્યાં છો તો આ સેલ તમારા માટે બેસ્ટ ડીલ બની શકે છે. અહીં સ્માર્ટફોન પર બેસ્ટ અને બિગ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ઓફર્સ વિશે જાણો.... ફ્લિકાર્ટ સ્માર્ટફોન કાર્નિવલ સેલમાં Axis Bankના ક્રેડિટ અને ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર 1,250 રૂપિયાનુ ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ ઉપરાંત તમે ફોનને નૉ-કૉસ્ટ EMI પર પણ ખરીદી શકો છો. એટલુ જ નહીં તમે ફોનને એક્સચેન્જ ઓફરમાં પણ ઘરે લઇ જઇ શકો છો. જાણો કયા ફોન પર કેટલી મળી રહી છે છૂટ..... Realme 7 ફ્લિપકાર્ટના આ સેલમાં Realme 7ના 8GB રેમ વાળા મૉડલ 17,999 રૂપિયાની જગ્યાએ 12,499 રૂપિયામાં ખરીદી શકો છો. Flipkart Axis bank કાર્ડથી ફોનના પાંચ ટકા અનલિમીટેડ કેશબેક ઓફર પણ મળી રહ્યું છે. સાથે જ ફોનની ખરીદી પર 1000 રૂપિયાનુ એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તમે સેલમાં 16,999 રૂપિયાની એક્સચેન્જ ઓફરનો પણ લાભ લઇ શકો છો. Poco M2 Pro આમાં Poco M2 Pro સ્માર્ટફોનને પણ તમે સસ્તી કિંમતે ખરીદી શકો છો. અહીં ફોનને 17,999 રૂપિયાની જગ્યાએ 13,499 રૂપિયામાં ખરીદવાનો મોકો મળી રહ્યો છે. ફોનને Flipkart Axis bank ક્રેડિટ કાર્ડથી ઓર્ડર કરવા પર પાંચ ટકા કેશબેકનો બેનિફિટ પણ હાંસલ કરી શકો છો. એટલુ જ નહીં ફોન પર 2,834 રૂપિયા પ્રતિ માસ EMI ઓપ્શન પણ અવેલેબલ છે. Poco X3 સેલમાં Poco X3ને તમે માત્ર 14499 રૂપિયામાં ઓર્ડર કરી શકો છો. જોકે આ ફોનની અસલ કિંમત 19,999 રૂપિયા છે. આમાં પ્રીપેડ ટ્રાન્ઝેક્શન પર મળવા વાળુ 500 રૂપિયાનુ ડિસ્કાઉન્ટ પણ સામેલ છે.
વધુ વાંચો




















