શોધખોળ કરો
Advertisement
ગૂગલે નોકરી શોધનારાઓ માટે લૉન્ચ કરી આ ખાસ સર્વિસ, જાણો શું ખાસિયતો
કોરાના કાળમાં બેરોજગારોને મદદ કરવાના હેતુથી ગૂગલે એક ખાસ સર્વિસ શરૂ કરી છે. ગૂગલે જૉબ સર્ચિંગ એપ કોરમો જૉબ્સને લૉન્ચ કરી દીધી છે. આના મારફતે લોકો ઓનલાઇન જૉબ સર્ચ કરી શકશે
નવી દિલ્હીઃ કોરોના વાયરસ સંક્રમણના કારણે દેશમાં લાખો લોકો બેકાર-નોકરી વિનાના થઇ ગયા છે. મોટી સંખ્યામાં લોકોના રોજગાર ખતમ થઇ ગયા છે. આવા કોરાના કાળમાં બેરોજગારોને મદદ કરવાના હેતુથી ગૂગલે એક ખાસ સર્વિસ શરૂ કરી છે. ગૂગલે જૉબ સર્ચિંગ એપ કોરમો જૉબ્સને લૉન્ચ કરી દીધી છે. આના મારફતે લોકો ઓનલાઇન જૉબ સર્ચ કરી શકશે.
ખરેખર, ગૂગલની જૉબ સર્ચિંગ એપ કોરમો જૉબ્સ ગયા વર્ષે જ ભારતમાં લૉન્ચ થઇ ગઇ હતી. વળી હાલના પરિસ્થિતિને જોતા એપની રિબ્રાન્ડિંગ કરતા ગૂગલે આખા દેશમાં આની ઉપલબ્ધતા કરાવી છે. આના મારફતે યૂઝર્સને ડિજીટલ સીવી બનાવવાની સુવિધા પણ મળશે. ઉલ્લેખનીય છે કે ગૂગલે બાંગ્લાદેશ અને ઇન્ડોનેશિયા બાદ આને ભારતમાં લૉન્ચ કરી છે.
ગૂગલની કોરમો જૉબ્સ ગૂગલ પ્લે સ્ટૉર પર અવેલેબલ છે. જ્યાંથી આને ડાઉનલૉડ કરી શકાય છે. આ એપ પર કોઇપણ યૂઝર્સ પોતાના હૂનર અનુસાર આના પર રજિસ્ટર કરાવી શકે છે.જેનાથી તેની સ્કિલ પ્રમાણે નોકરીઓનો ઓપ્શન આપવામાં આવશે. ગૂગલ અનુસાર એપ પર નોકરીની સાથે જ બિઝનેસ સાથે જોડાયેલા લોકો પણ મળશે. વળી હાલમાં કોરમો જૉબ્સ એપ પર 20 લાખથી વધુ વેરિફાઇડ જૉબ લોકો પણ અવેલેબલ છે.
નોંધનીય છે કે, આ પહેલા ગૂગલે પોતાના સર્ચ એન્જિનમાં જૉબ શોધવા માટે કેટલાય જૉબ પોર્ટલ્સની સાથે ભાગીદારી કરી હતી, જેમાં Headhonchos, LinkedIn, IBM Talent Management Solutions, Freshersworld, Quezx અને Shine જેવા જૉબ પોર્ટલ્સ સામેલ હતા. ગૂગલની કોરમો જૉબ્સની સીધી ટક્કર હવે લિન્ક્ડઇન સાથે થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
દેશ
Advertisement