શોધખોળ કરો
એંડ્રૉઈંડના નવા વર્ઝનની લૉંચની તારીખ જાહેર, જાણો ક્યારે કરી શક્શો ઈંસ્ટૉલ

નવી દિલ્લી: ગૂગલે એંડ્રૉઈંડ અપડેટ વર્ઝન 7.1ની તારીખોની જાહેરાત કરી દીધી છે. ઑસ્ટ્રેલિયાની એક મોબાઈલ કંપનીએ આ તારીખોનો ખુલાસો કર્યો છે. કંપનીના મતે ગૂગલ એંડ્રૉઈંડનું નવું વર્ઝન 6 ડિસેમ્બરે લૉંચ કરવામાં આવશે. શરૂઆતમાં અપડેટ વર્ઝન માત્ર ગૂગલ પિક્સલ, નેક્સસ ડિવાઈસ પર જ અપડેટ કરી શકશો. પરંતુ થોડા સમય પછી ગૂગલ આ વર્ઝનને લૉંચ કરશે. જો કે ગૂગલે અત્યાર સુધી તેની સત્તાવાર કોઈ જાહેરાત કરી નથી. વોડાફોન ઑસ્ટ્રેલિયાના મતે એંડ્રૉઈંડ 7.1 નેક્સસ 6પી માટે અપડેટને 6 ડિસેમ્બરથી રોલ આઉટ કરવામાં આવશે. એંડ્રૉઈંડ 7.1.1 નૂગા અપડેટ વર્ઝન 650 એમબી સાઈઝનું હશે. ઉલ્લેખનીય છે કે ગૂગલે હાલમાંજ નેક્સસ ડિવાઈસ માટે એંડ્રૉઈંડ 7.1 નૂગા ડેવલપર પ્રિવ્યૂ 2 રિલીઝ કર્યું હતું. કંપની એક પ્લાન મારફતે આ નવા વર્ઝનને યૂઝર સામે લાવી રહી છે. 1-3 Day: પસંદગીના 10 હજાર નેક્સસ 6પી યૂઝર માટે અપડેટ ઉપલબ્ધ હશે. આ પસંદગીના ડિવાઈસ ઉપર ઉપલબ્ધ કરવામાં આવશે. તેના માટે કંપની યૂઝર્સને પુશ નોટિફિકેશન મોકલીને જાણકારી આપશે. 4-13 Day: તેના પછી આગામી 10 દિવસમાં બાકી બચેલા નેક્સસના 10 ટકા હેંડસેટ માટે આ વર્ઝન અપડેટ રોલ આઉટ કરવામાં આવશે, Day 14: કંપની 19 ડિસેમ્બર પછી તમામ હેંડસેટ માટે અપડેટ ઉપલબ્ધ કરાવી દેશે.
વધુ વાંચો





















