Sanchar Saathi App: ફોન અસલી છે કે નકલી? મિનિટોમાં મળશે જાણકારી, ચેક કરો પ્રોસેસ
Sanchar Saathi App: આજકાલ નકલી આઇફોન મોડેલને અસલી તરીકે વેચવામાં આવી રહ્યા છે

ભારતીય બજારમાં નકલી સ્માર્ટફોનની સંખ્યા વધી રહી છે. આજકાલ નકલી આઇફોન મોડેલને અસલી તરીકે વેચવામાં આવી રહ્યા છે, જેને ઓળખવા મુશ્કેલ છે. આ iPhone ની A અથવા B કોપી છે. જોકે, કંપનીની સત્તાવાર વેબસાઇટ પરથી અસલી અને નકલી આઇફોન ઓળખી શકાય છે. પરંતુ એન્ડ્રોઇડના કિસ્સામાં નકલી ફોન ઓળખવા મુશ્કેલ છે. આવી સ્થિતિમાં સરકારી એપ સંચાર સાથી તમને મદદ કરી શકે છે.
સંચાર સાથી એપ પર કેવી રીતે રજિસ્ટ્રેશન કરશો?
-સૌ પ્રથમ સંચાર સાથી એપનો ઉપયોગ કરવા માટે તમારે તેને ગૂગલ પ્લે સ્ટોર અથવા એપલ એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરવી પડશે.
-આ પછી તમારે તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબરથી એપ પર પોતાને રજીસ્ટર કરાવવાનું રહેશે.
-પછી તમારે તમારું પૂરું નામ દાખલ કરવું પડશે. આ રીતે રજિસ્ટ્રેશન પ્રોસેસ પૂર્ણ થશે
અસલી અને નકલી સંચાર સાથી એપ કેવી રીતે ઓળખવી?
-ફોન અસલી છે કે નકલી તે ઓળખવા માટે તમારે સંચાર સાથી એપ પર જવું પડશે.
-આ પછી એપનો ઉપયોગ કરીને મોબાઇલ હેન્ડસેટ ચેક કરી શકાય છે.
-હેન્ડસેટ તપાસવા માટે Sanchar Saathiના Citizen Centric Services સેક્શનમાં જવું પડશે.
-આ પછી તમને 5 વિકલ્પો દેખાશે. આમાંથી તમારે " Know Genuineness of your Mobile handset " વિકલ્પ પર ટેપ કરવું પડશે.
-પછી તમારે 15 અંકનો IMEI નંબર દાખલ કરવો પડશે. જો તમને IMEI નંબર ન મળે તો તમને IMEI સ્કેનરનો વિકલ્પ આપવામાં આવે છે. આ ઉપરાંત *#06# ડાયલ કરીને પણ IMEI નંબર શોધી શકાય છે. આ ઉપરાંત, iPhone યુઝર્સ Setting અને પછી General અને About સેક્શનમાં જઈને IMEI નંબર પણ શોધી શકો છો.
-IMEI નંબર દાખલ કર્યા પછી તમારે સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે. આ પછી તમારા હેન્ડસેટની સંપૂર્ણ વિગતો તમારી સામે હશે. આ રીતે તમે અસલી અને નકલી હેન્ડસેટ ઓળખી શકો છો.
Instagram ID બંધ થઈ જાય તો કઈ રીતે કરશો રિકવર ? જાણી લો સ્માર્ટ ટ્રિક્સ





















