શોધખોળ કરો
Advertisement
WhatsAppમાં આવી રીતે એક્ટિવેટ કરી શકો છો ફિંગરપ્રિન્ટ લોક ફિચર
આઇઓએસ યુઝર્સ માટે અગાઉથી જ આ ફિચર જાહેર કરી દેવામાં આવ્યું હતુ પરંતુ એન્ડ્રોઇડ યુઝર્સ માટે હવે આ ફિચર Beta અપડેટ મારફતે કરવામાં આવી રહ્યુ છે.
નવી દિલ્હીઃ મેસેજિંગ એપ વોટ્સએપમાં હવે એન્ડ્રોઇડ અને આઇફોન યુઝર્સ માટે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનનું ફિચર છે. જોકે, આઇઓએસ યુઝર્સ માટે અગાઉથી જ આ ફિચર જાહેર કરી દેવામાં આવ્યું હતુ પરંતુ એન્ડ્રોઇડ યુઝર્સ માટે હવે આ ફિચર Beta અપડેટ મારફતે કરવામાં આવી રહ્યુ છે.
એપ્પલ માટે ફિંગરપ્રિન્ટ સ્કેનર સિવાય Face IDનો સપોર્ટ આપવામાં આવ્યો છે. iPhone X સાથે એપલે Face IDની શરૂઆત કરી હતી ત્યારથી હવે આ નવા એપલ આઇફોનમાં ફેસ આઇડીનો સપોર્ટ આપવામાં આવે છે. જો તમે એન્ડ્રોઇડ સ્માર્ટફોન યુઝ કરો છો તો તમારા માટે ફિંગરપ્રિન્ટ સ્કેનર એક્ટિવેટ કરવાની રીત આ છે. આ ફિચર WhatsApp beta version 2.19.3માં છે, આ માટે તમારી એપ અપડેટ હોવી જરૂરી છે.
ત્યારબાદ WhatsApp ઓપન કરો અને અહી સેટિંગ્સમાં જાવ. Account પર ટેપ કરો અને અહી પ્રાઇવેસી સિલેક્ટ કરો. નીચે સુધી સ્ક્રોલ કરો અને અહી Fingerprint lockનો ઓપ્શન જોવા મળશે. Fingerprint lockને સિલેક્ટ કરવા પર WhatsApp તમને ફિંગરપ્રિન્ટ સેન્સર ટચ કરવાનું નોટિફિકેશન આપશે. હવે વોટ્સએપ પર આ ઓપ્શન મળશે કે ફોન લોકનો ડ્યુરેશન તમે શુ રાખવા માંગો છો. અહી immediatelyથી લઇને એક મિનિટ અને 30 મિનિટ સુધીનો ઓપ્શન મળશે. આઇઓએસ યુઝર્સ માટે વોટ્સએપમાં ફેસ આઇડી સેટ કરવાની રીત છે. વોટ્સએપ ઓપન કરો. એકાઉન્ટ પર ટેપ કરો. અહી પ્રાઇવેસી ઓપ્શન સિલેક્ટ કરો. તમને નીચે સ્ક્રિન લોક સિલેક્ટ કરો. સૌથી ઉપર Require Face ID મળશે જો તમારા આઇફોનમાં ફેસ આઇડીનો સપોર્ટ હોય તો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
દેશ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion