શોધખોળ કરો
Reliance Jioના ગ્રાહકોને લાગ્યો મોટો ઝટકો, કંપનીએ બંધ કર્યો આ સસ્તો રિચાર્જ પ્લાન
જિયોના પ્રીપેઈડ પ્લાન્સના લિસ્ટિંગમાંથી બહાર થયેલા 98 રૂપિયાવાળા પ્લાનમાં 28 દિવસની વેલિડિટી મળતી હતી.

નવી દિલ્હીઃ જો તમે Reliance Jioના ગ્રાહક છો તો તમારા માટે કામના સમાચાર છે. કંપનીએ પોતાનો લોકપ્રિય પ્લાન હવે બંધ કર્યો છે. હવે Jioનો 98 રૂપિયાવાળો પ્લાન રિચાર્જ નહીં કરાવી શકાય. કંપનીએ આ પ્લાનને પોતાની વેબસાઈટ પરથી હટાવી લીધો છે. Jioએ 98 રૂપિયાવાળા આ પ્રીપેડ પ્લાનને છેલ્લા વર્ષે ડિસેમ્બરમાં અપડેટ કર્યો હતો. 98 રૂપિયાવાળો પ્લાન કંપનીનો સૌથી સસ્તો પ્લાન હતો જેની વેલિડિટી 28 દિવસની હતી.
હવે 129 રૂપિયાથી શરૂ થશે પ્લાન
હવે Jioનો સૌથી સસ્તો પ્લાન 129 રૂપિયાથી શરૂ થશે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. તેમાં ગ્રાહકોને રોજ 2જીબી ડેટા મળે છે. આ પ્લાનમાં Jio થી Jio કોલિંગ પ્રી છે. બીજા નેટવર્કના નંબર પર કોલ કરવા માટે યૂઝર્સને 1,000 મિનિટ મળે છે. પ્લાનમાં 300 એસએમએસ અને Jio એપ્સનું કોમ્પ્લીમેન્ટ્રી સબ્સક્રિપ્શન મળે છે.
98 રૂપિયાવાળા પ્લાનમાં હતા આ ફાયદા
જિયોના પ્રીપેઈડ પ્લાન્સના લિસ્ટિંગમાંથી બહાર થયેલા 98 રૂપિયાવાળા પ્લાનમાં 28 દિવસની વેલિડિટી મળતી હતી. પ્લાનમાં યૂઝર્સને ટોટલ 2GB ડેટા મળતો હતો. જિયોના આ પ્લાનમાં જિયો-ટૂ-જિયો કૉલિંગ ફ્રી છે. સાથે જ યૂઝર્સને 300 SMS મોકલવાની સુવિધા મળે છે. પ્લાનમાં અન્ય નેટવર્કના નંબર પર કરવામાં આવનારા કૉલમાં 6 પૈસા પ્રતિ મિનિટનો IUC ચાર્જ લાગતો હતો.
Airtelનો સસ્તો પ્લાન
Airtelના ત્રણ પ્લાન્સ હાલમાં માર્કેટમાં છે. જેની કિંમત 98, 149 અને 179 રૂપિયા છે. જેમાં 98ના પ્લાનમાં 6 જીબી ડેટા મળે છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસ છે. ઉપરાંત 149 રૂપિયાવાળા પ્લાનમાં રોજ 2 જીબી ડેટા મળે છે અને તમામ નેટવર્ક્સ પર અનલિમિટેડ કોલિંગ અને 300 ફ્રી એસએમએસ પણ મળે છે. જ્યારે એરટેલના 179 રૂપિયાના પ્લાનમાં પણ પાછલા પ્લાનની જેમ જ ફાયદો મળે છે.
વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement