શોધખોળ કરો
Advertisement
તમારા સ્માર્ટફોનનુ સ્ટૉરેજ જલ્દીથી થઇ જાય છે ફૂલ, તો અપનાવો આ જરૂરી ટિપ્સ
એવુ ઘણીવાર બને છે જ્યારે આપણે જરૂરી કામ હોય ત્યારે સ્ટૉરેજ ફૂલ થઇ જાય, અને આ કારણે ઇમ્પોર્ટન્ટ ડેટા ક્લિક નથી કરી શકાતો. વળી, કેટલીક એપ્સ પણ ડાઉનલૉડ નથી કરી શકાતી. જો તમે આ સમસ્યાથી છુટકારો મેળવવા માંગતા હોય તો અહીં કેટલીક જરૂરી ટિપ્સ આપવામાં આવી છે, જે અજમાવી શકો છો
નવી દિલ્હીઃ સ્માર્ટફોન યૂઝર્સને સૌથી મોટો પ્રૉબ્લમ સ્ટૉરેજનો હોય છે, કેમકે આ પ્રૉબ્લમ હવે કૉમન થઇ ગયો છે, અને દરેકન સતાવી રહ્યો છે. એવુ ઘણીવાર બને છે જ્યારે આપણે જરૂરી કામ હોય ત્યારે સ્ટૉરેજ ફૂલ થઇ જાય, અને આ કારણે ઇમ્પોર્ટન્ટ ડેટા ક્લિક નથી કરી શકાતો. વળી, કેટલીક એપ્સ પણ ડાઉનલૉડ નથી કરી શકાતી. જો તમે આ સમસ્યાથી છુટકારો મેળવવા માંગતા હોય તો અહીં કેટલીક જરૂરી ટિપ્સ આપવામાં આવી છે, જે અજમાવી શકો છો.
ફોનમાં સ્પેસ વધારવા માટે સેટિંગ્સમાં જઇને કેચ ક્લિયર કરી લો. સાથે જ જે એપ કામની નથી, તેને ડિલીટ કરીને પણ સ્ટૉરેજ વધારી શકાય છે. ફોનમાં જો ડેટા વધારે થઇ ગયો છે, તો તેને કૉમ્પ્યુટર કે લેપટૉપમાં ખીલી કરી લો. આનાથી તમારો ડેટા પણ સેફ રહેશે અને ફોનમાં સ્પેસ પણ ખાલી થઇ જશે.
હંમેશા ઇમેલની સાથે જે ફાઇલ એટેચ થઇને આવે છે, આપણે તે પણ ડાઉનલૉડ કરી લઇએ છીએ, જેનાથી આપણુ સ્ટૉરેજ વધી જાય છે. જો અટેચ ફાઇલ કામની ના હોય તો તેને ડિલીટ કરી દો.
એપ્સ ડિલીટ કર્યા બાદ પણ સ્ટૉરેજ ઓછુ છે તો ફોનની ગેલેરીમાં જે ફોટા અને વીડિયો કામના નથી, તેને ડિલીટ કરી દો. આનાથી વધુ સ્પેસ મળશે. વળી, વૉટ્સએપ પર જે કામ વિનાના ફોટો અને વીડિયો આવે છે તેને સમય સમય પર ડિલીટ કરતા રહો.
આ ઉપરાંત આઇફોન યૂઝર્સ પોતાના ફોનમાં સ્પેસ વધારવા માટે સેટિંગમાં જઇને સ્ટૉરેજ અને આઇક્લાઉડ પર જાઓ, આ પછી મેન સ્ટૉરેજમાં જઇને જુઓ જે ફાઇલ કામની નથી તેને ડિલીટ કરી દો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
Advertisement